ઘટના@બોટાદ: ચાલુ કારમાં અચાનક આગ ભભૂકી, કોઈને ઈજા નહીં

ટીમે કાર ચાલકોને સમયસર સુરક્ષિત બહાર કાઢી લીધા હતા.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

બોટાદ શહેરમાં ભાવનગર રોડ પર સ્વામિનારાયણ મંદિર પાસે એક કારમાં અચાનક આગ લાગી હતી. આ આગમાં કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી.

ઘટનાની જાણ થતા જ 112ની ટીમ તરત જ સ્થળ પર પહોંચી હતી. ટીમે કાર ચાલકોને સમયસર સુરક્ષિત બહાર કાઢી લીધા હતા.

સદનસીબે, આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. બોટાદ પોલીસ આ બનાવ અંગે વધુ તપાસ કરી રહી છે.