ઘટના@રાજકોટ: દીકરીએ પ્રેમલગ્ન કરી લેતા માતાએ ઝેરી દવા પી આત્મહત્યા કરી

મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં આત્મહત્યાની ઘટનાઓ ખુબજ વધી ગઈ છે.રાજકોટની શ્રીનાથજી સોસાયટીમાં રહેતાં કાજલબેન દીપકભાઇ રાઠોડનામના મહિલાએ ઘરે ઉપરના માળે ગળાફાંસો ખાઇ લેતાં 108ના EMTએ તપાસી મૃત જાહેર કરતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો. બનાવની જાણ માલવીયાનગર પોલીસને કરતા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ તપાસમાં આપઘાત કરનાર કાજલબેનને સંતાનમાં બે દીકરી હોવાનું અને પતિ-પત્ની બન્ને કેટરર્સનું કામ કરતા હોવાનું સામે આવ્યું છે. મોટી દીકરીએ પાંચ મહિના પહેલા પ્રેમ લગ્ન કરી લીધા હતા અને ત્‍યારથી કાજલબેન ગુમસુમ રહેતાં હતાં જેથી આઘાતમાં આત્મઘાતી પગલું ભર્યાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.