ઘટના@ભાવનગર: સિહોરની રૂદ્રા ગ્લોબલ ઈન્ફ્રા.નામની ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટનામાં 2 શ્રમિકના મોત
4 શ્રમિક ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે
Dec 28, 2023, 11:19 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અવારનવાર આગ લાગવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે ભાવનગરમાં સિહોરની રૂદ્રા ગ્લોબલ ઈન્ફ્રા.નામની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હોવાની ઘટના સામે આવી છે. બ્લાસ્ટના કારણે 2 શ્રમિકનું મોત નિપજ્યું છે. તો 4 શ્રમિક ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે.મળતી માહિતી અનુસાર લોખંડ ઓગાળતા સમયે બ્લાસ્ટ થયો હતો.જેમાં ચાર કર્મચારી દાઝી જતા સારવાર માટે ભાવનગર હોસ્પિટલ ખસેડાયા છે.
તો બીજી તરફ જામનગરની જીજી હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બની હતી. નવી બિલ્ડીંગમાં ICU વિભાગમાં આગ લાગતા દોડધામ થઈ હતી.તો 15 જેટલા દર્દી હોસ્પિટલમાં જ અન્ય રુમમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં એક દર્દી દાઝ્યો હતો.