બનાવ@ગોધરા: 30 વર્ષિય યુવાને કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો

પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી હતી.
 
દવા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં આત્મહત્યાના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી આત્મહત્યાની ઘટનાઓ સામે આવતી હોય છે.  ગોધરા તાલુકાના જાલીયા શિકારીયા ફળિયામાં રહેતા 30 વર્ષિય યુવાને કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતાં દવા સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ ગોધરા તાલુકાના જાલીયા ગામે શિકારીયા ફળિયામાં રહેતા મહેન્દ્રભાઈ નટુભાઈ પરમાર એ 3 માર્ચના રોજ કોઈ અગમ્ય કારણોસર પોતાના ધરમાં ઝેરી દવા પી ગયેલ હોય જેથી તાત્કાલિક સારવાર માટે કાંકણપુર સીએચસી અને વધુ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બાબતે કાંકણપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી હતી.