ઘટના@ગુજરાત: કોમર્શિયલ કોમ્પ્લેક્સના પહેલા માળે એક આખલો ચઢી જતાં ભારે અફરાતફરી સર્જાઇ

 રખડતાં ઢોરોનો ત્રાસ વધી ગયો છે.
 
ઘટના@ગુજરાત: કોમર્શિયલ કોમ્પ્લેક્સના પહેલા માળે એક આખલો ચઢી જતાં ભારે અફરાતફરી સર્જાઇ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં ઘણા સમયથી રખડતાં ઢોરોનો ત્રાસ વધી ગયો છે. ખંભાળિયાના ટ્રાફિકથી વ્યસ્ત એવા જોધપુર ગેટ વિસ્તારમાં આવેલા એક કોમર્શિયલ કોમ્પ્લેક્સના પહેલા માળે આજરોજ બપોરે એક આખલો ચઢી જતાં ભારે અફરાતફરી સર્જાઇ હતી.

આસપાસના વેપારીઓએ એને નીચે ઉતારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ નિષ્ફળ નીવડ્યા હતા. આ અંગેની જાણ એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટને કરવામાં આવતાં કાર્યકરો તેમજ ફાયર સ્ટાફના જવાનો ઘટનાસ્થળે દોડી ગયા હતા. પશુ-સેવકોએ લાંબી જહેમત બાદ સફળતાપૂર્વક આખલાને નીચે ઉતાર્યો હતો.