ઘટના@રાજકોટ: ગોંડલના ગુંદાળા રોડ પર આવેલી ખેડૂત ફીડ નામની ઈન્ડસ્ટ્રીઝમાં આગ લાગી

લાખોના માલનું નુકસાન થયાની આશંકા
 
ઘટના@રાજકોટ: ગોંડલના ગુંદાળા રોડ પર આવેલી ખેડૂત ફીડ નામની ઈન્ડસ્ટ્રીઝમાં આગ લાગી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં અવારનવાર આગ લાગવાની ઘટના સામે આવતી હોય છે. ત્યાં રાજ્યમાં વધુ એક આગ લાગવાનો બનાવ બન્યો છે. રાજકોટના ગોંડલના ગુંદાળા રોડ પર આવેલી ખેડૂત ફીડ & ફૂડ્સ નામની ઈન્ડસ્ટ્રીઝમાં આગ લાગી હોવાનું સામે આવ્યુ હતુ. ઈન્ડસ્ટ્રીઝમાં ફોતરીના ગોડાઉન હોવાનું સામે આવ્યુ છે. તો આ સાથે જ ઘટનાની જાણ થતા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.

જેના પગલે ગોંડલના ફાયર બ્રિગેડ ઘટના સ્થળે આવી આગ બુજાવવાની કામગીરી હાથ ધરી હતી. ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો હતો. મળતી માહિતી અનુસાર દુર્ઘટનામાં લાખોના માલનું નુકસાન થયાની આશંકા છે. પરંતુ સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિની માહિતી મળી નથી.

તો બીજી તરફ અમદાવાદના કાંકરિયા વિસ્તારમાં AMCની સ્કૂલમાં આગ લાગવાની ઘટના બની હતી.પારસી અગીયારી પાસે ગુજરાતી શાળા નં-4માં ગઈકાલે સાંજે આગ લાગી હતી.બનાવની જાણ થતાં જ ત્યાં પહોંચેલી ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે શાળા બંધ હોવાને લઈને કોઈ જાનહાની થઈ નહોતી. પરંતુ આગના કારણે સ્કૂલનો મોટાભાગનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. આગ લાગવાને લઈ સ્કૂલ પ્રશાસન દ્વારા કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં અરજી કરાઈ હતી.