ઘટના@જામનગર: આઝાદ ચોકમાં આવેલા બજારની એક દુકાનમાં આગ લાગી, સ્થાનિકોમાં પણ અફરાતફરી સર્જાઈ

આસપાસની દુકાનો પણ ઝપેટમાં આવી હતી.
 
 ઘટના@જામનગર: આઝાદ ચોકમાં આવેલા બજારની એક દુકાનમાં આગ લાગી, સ્થાનિકોમાં પણ અફરાતફરી સર્જાઈ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દિવાળીના દિવસે આગની ઘટનામાં વધારો થયો છે. ત્યારે જામનગરના જામજોધપુરમાં પણ એક ઘટના સામે આવી છે. જ્યાં આઝાદ ચોકમાં આવેલા બજારની એક દુકાનમાં આગ લાગી હતી. સૌથી પહેલા આગ કટલરીની દુકાનમાં લાગી હતી. જે બાદ આગ વિકરાળ થતા આસપાસની દુકાનો પણ ઝપેટમાં આવી હતી.

આગના કારણે આકાશમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આગના પગલે સ્થાનિકોમાં પણ અફરાતફરી સર્જાઈ હતી. જો કે કાલાવડ અને જામડોધપુર ફાયર વિભાગને જાણ થતા સ્થળ પર પહોંચીને આગ બૂઝાવવાની કામગીરી હાથ ધરી હતી. સદનસીબે ઘટનામાં જાનહાનિના કોઇ સમાચાર સામે આવ્યા નથી.