ઘટના@સાબરકાંઠા: પ્રાંતિજ રેલવે સ્ટેશન વિસ્તારમાં અંડર બ્રિજમાં લોખંડનો ભારેખમ વજન ધરાવતો ગડર કાર પર પડ્યો
બે વ્યક્તિઓને મોત સહેજ છેટું રહી ગયુ
Dec 15, 2023, 18:06 IST
અટલ સમાચાર ડોટ કોમ,ડેસ્ક
પ્રાંતિજ રેલવે અંડર બ્રિજમાં બે વ્યક્તિઓને મોત સહેજ છેટું રહી ગયુ હોય એવી ઘટના સર્જાઈ હતી. રાત્રીના સમયે એક કારમાં બે વ્યક્તિઓ સવાર થઈ રહી હતી. એ દરમિયાન પ્રાંતિજ રેલવે સ્ટેશન પાસે આવેલ રેલવે અંડર બ્રિજમાં એક કાર પર લોખંડનો ભારે ગડર કાર પર પડ્યો હતો. કારમાં એ સમયે બે વ્યક્તિઓ સવાર હતી અને બંનેનો સદનસીબે બચાવ થયો હતો.
મધ્યરાત્રી દરમિયાન સર્જાયેલી આ ઘટનામાં કારના પહેલા એક ટ્રક અંડર બ્રિજમાં જઈ રહી હતી. એ દરમિયાન ટ્રક રિવર્સ કરવા જતા તે લોખંડના ગડર સાથે ટકરાઈ હતી. જેને લઈ ગડર નિચે પડતા જ એક કાર દબાઈ જવા પામી હતી. ભારે ગડર હોવાને લઈ કારમાં ભારે નુક્સાન સર્જાયુ હતુ.જોકે કારમાં સવાર મુસાફરોનો બચાવ થવાને લઈ મોટી રાહત સર્જાઈ હતી. ઘટનાને પગલે સ્થાનિક પોલીસે ટ્રક ચાલકની અટકાયત કરીને કાર્યવાહી હાથ ધરી હતી.

