ઘટના@સુરત: કચરાના ઢગલામાંથી નવજાત બાળકી મળી આવી, જાણો સમગ્ર ઘટના અકેજ ક્લિકે
15 ડિગ્રી તાપમાનમાં એક નવજાત બાળકીને એકપણ કપડાં વિના કચરાના ઢગલામાં તેની જ માતા દ્વારા ફેંકી દેવામાં આવી હતી.
Jan 10, 2025, 09:50 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અવાર-નવાર કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. 15 ડિગ્રી તાપમાનમાં એક નવજાત બાળકીને એકપણ કપડાં વિના કચરાના ઢગલામાં તેની જ માતા દ્વારા ફેંકી દેવામાં આવી હતી.
સવારે જ્યારે કાગડાનો અવાજ આવતાં લોકો જોવા ગયા ત્યારે ધ્યાન પડતાં બાળકીને તાત્કાલિક હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાઈ હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. પોલીસે આ મામલે તપાસ હાથ ધરતાં 16 વર્ષીય કિશોરીએ બાળકીને જન્મ આપ્યો હોવાની વિગતો સામે આવી છે.
એ આધારે પોલીસે સમગ્ર મામલે કલમ 304 હેઠળ ફરિયાદ નોંધી તપાસ કરી છે. આ બનાવને લઈને પોક્સોની કલમ પણ ઉમેરવામાં આવશે.