ઘટના@રાજકોટ: ધંધામાં નુકસાની આવતા વેપારીએ ઝેરી દવા પી કર્યો આપઘાત, ચોંકાવનારી ઘટના બની
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
લોકો નાની-નાની વાતમાં કંટાળીને પોતાનું જીવન ટુંકાવી નાખે છે.કોઈને કોઈ કારણો સર પોતાનું જીવન ખતમ કરતા લોકો વિચારતા નથી.કોઈ સમસ્યા હોય તો કોઈને કહ્યા વગર પોતે અંદરો -અંદર પરેશાન થઈને ખરાબ કરી બેસે છે.ધંધામાં નુકસાન થતા લોકો દવા પીલે છે,કે ગળે ફાસો ખીલે કે કોઈ ટ્રેન નીચે પડીને પોતાનું જીવન ટુંકાવી નાખે છે.આવીજ એક રાજકોટની ઘટના સામે આવી છે. રાજકોટમાં આવેલ રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે આવેલ અમૃત ગાર્ડનમાં તેના ભાણેજને મેસેજ કરી લોહાણા વેપારીએ ઝેરી દવા પી આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. પ્રાપ્ત વિગત મુજબ, સ્ટર્લિંગ હોસ્પિટલ પાસે ગોપાલ ચોકમાં રહેતાં અલકેશભાઈ ત્રિભુવનભાઈ કારીયા (ઉ.વ.50) ગઈકાલે રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે આવેલ અમૃત ગાર્ડનમાંથી તેના ભાણેજને હું આપઘાત કરુ છું તેવો મેસેજ કરી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો1.જે બાદ તેનો ભાણેજ દોડી ગયો હતો અને અલકેશભાઈને સારવારમાં ખાનગી હોસ્પિટલમાં સારવારમાં ખસેડયા હતાં.જ્યાં તેનું ટૂંકી સારવારમાં મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ મથકના પીએસઆઇ ક્રિશ્ચન સહિતનો સ્ટાફ દોડી ગયો હતોઅને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે ખસેડી બનાવ અંગે તપાસ હાથ ધરી હતી. વધુમાં પોલીસના સૂત્રોએ જણાવ્યા મુજબ, મૃતક અલકેશભાઈ કોસ્મેટિકના વ્યવસાય સાથે જોડાયેલા છે. જેઓને ધંધામાં આર્થિક નુકસાન આવતાં પગલું ભર્યાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું હતું. બનાવથી બે પુત્રોએ પિતાની છત્રછાયા ગુમાવતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.