બનાવ@પાલનપુર: ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને અચાનક હાર્ટએટેક આવતા મોતને ભેટ્યો

હાર્ટ એટેકની ઘટનાઓમાં વધારો 
 
બનાવ@પાલનપુર: ધોરણ 12માં અભ્યાસ કરતા  વિદ્યાર્થીને અચાનક હાર્ટએટેક આવતા મોતને ભેટ્યો 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

યુવાનો અને કિશોરોમાં હાર્ટ એટેકની ઘટનાઓમાં વધારો ચિંતા વધારી રહી છે. પાલનપુર વિસ્તારમાં વધુ એક ઘટનામાં કિશોરે હાર્ટએટેકને લઈ જીવ ગુમાવ્યો છે. કિશોર રોહિત ગૌતમભાઈ ડાભી કાણોદરની હાઈસ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરતો હતો. રાત્રી દરમિયાન ઘરે સુઈ રહેવા દરમિયાન જ રોહિતને હાર્ટએટેક આવ્યો હતો. સવારે તે શાળાએ જવા માટે ઉઠ્યો જ નહીં અને તેને પાલનપુર સારવાર માટે ખસેડાયો હતો.

જોકે તબિબોએ રોહિતનું રાત્રે જ ઉંઘમાં હાર્ટએટેકના કારણે મોત નિપજ્યુ હોવાનું જણાવ્યુ હતુ. પરિવારનો એકના એક દિકરો મોતને ભેટવાને પગલે આભ ફાટ્યાની સ્થિતિ પરિવાર પર સર્જાઈ હતી. આ પહેલા પણ યુવાન અને કિશોર વયે જીવ હાર્ટએટેકથી ગુમાવવાની ઘટના પાલનપુર અને બનાસકાંઠામાં નોંધાઈ છે. ત્યાં વધુ એક ઘટનાને લઈ ચિંતાનો માહોલ છવાયો છે.