ઘટના@અમદાવાદ: પ્રહલાદનગર રોડ પર CNG કારમાં અચાનક ભયાનક આગ ભભૂકી
એક તરફનો આખો રોડ બંધ કરી દેવામાં આવ્યો હતો. ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.
Oct 3, 2024, 09:00 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં આગ લાગવાના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી આગ લાગવાના ભયાનક ઘટનાઓ સામે આવતી હોય છે. ફરી એકવાર આગ લાગવાની ભયાનક ઘટના ઘટના સામે આવી છે. અમદાવાદના પ્રહલાદનગર રોડ પર CNG કારમાં એકાએક આગ ભભૂકી.
આ ઘટનાના કારણે રોડની બીજી તરફ ટ્રાફિકજામ થઈ ગયો. આ ઘટનાના કારણે હજુ સુધી કોઈ જાનહાનિ નથી થઈ. ટ્રાફિક પોલીસે જે રોડ પર ઘટના ઘટી હતી તેને બ્લોક કરીને વાહનોને બીજા રસ્તે ડાયવર્ટ કર્યા.
આગ લાગવાના કારણે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. એક તરફનો આખો રોડ બંધ કરી દેવામાં આવ્યો હતો. ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.