ઘટના@અમદાવાદ: નરોડામાં એક મહિલા પોલીસ કર્મીએ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો
મહિલા પોલીસ કર્મીએ જીવન ટૂંકાવી દીધુ
Jan 16, 2024, 18:46 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અવાર-નવાર આત્મહત્યાના બનાવો સામે આવતા હોય છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી આત્મહત્યાની ઘટનાઓ સામે આવતી હોય છે. લોકો સામાન્ય બાબતે પોતાનું જીવન ટૂંકાવી દેતા હોય છે. અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલ એસઆરપી ક્વાર્ટર્સમાં એક મહિલા પોલીસ કર્મીએ આપઘાત કર્યો છે. ક્વાર્ટર્સમાં જ ગળેફાંસો ખાઈને મહિલા પોલીસ કર્મીએ જીવન ટૂંકાવી દીધુ છે. મહિલા અમદાવાદના એરપોર્ટ પોલીસ મથકમાં ફરજ બજાવતા હતા.
નરોડા પોલીસે હાલ તો અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ શરુ કરી છે. જેમાં પોલીસને આશંકા છે કે, પારિવારિક ઝઘડાને લઈ આપઘાતનું પગલુ ભર્યુ હોઈ શકે છે. આ મામલે પણ પોલીસે તપાસ શરુ કરી છે. આપઘાત કરવાનું સ્પષ્ટ કારણ જાણવા માટે પોલીસે પરિવારજનોની અને સાથી કર્મચારીઓની પણ પૂછપરછ પ્રાથમિક રીતે કરી છે. જેથી તપાસ દિશા સ્પષ્ટ કરી આગળ કાર્યવાહી હાથ ધરી શકાય.