બનાવ@અમરેલી: સ્કુલના મેદાનમાં ગુલમહોરના ઝાડની ડાળી સાથે દોરડુ બાંધીને યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

બન્ને આરોપી સામે ફરિયાદ નોંધાઈ છે.
 
બ્રેકિંગ@મેઘરજ: વિદ્યાર્થિનીનો ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

મુળ રાજુલા તાલુકાના વડનગરના વતની અને હાલ જુની કાતર ગામે રહેતા સંજયભાઇ રામજીભાઇ બાબરીયા નામના 19 વર્ષિય યુવકના ઘરની આર્થિક પરિસ્થિતિ ખુબજ ખરાબ હોય અને ને ધણા દિવસોથી કોઇ મજુરી કામ મળતુ ના હોવાથી સંજયભાઇ રામજીભાઇ બાબરીયા કંટાળીને પોતાની મેળે જુની કાતર ગામની સ્કુલના મેદાનમાં ગુલમહોરના ઝાડની ડાળી સાથે દોરડુ બાંધીને પોતાની મેળે ગળાફાંસો ખાઇ મરણ જતા પોલીસે તપાસ હાથ ધરી છે.

વ્યાજખોર:-
અમરેલીનાં ગુરૂકૃપા સોસાયટીમાં રહેતા કરણભાઈ શેખવાએ તેની ફોર વ્હીલનાં નુકસાનનાં બ્હાને અમરેલીનાં ચિતલ રોડ, શિવપાર્ક સોસાયટીમાં રહેતા અને મુળ રહે. લોકી (તા. લીલીયા)ના વતની પ્રશાંતભાઈ અરવિંદભાઈ બામટા પાસેથી બળજબ્બરીથી જુદી-જુદી રીતે તથા વ્યાજે કુલ રોકડા રૂા. 9,72,000 તથા એક મોબાઈલફોન રૂા. 46,000 તથા એક બાઈક રૂા. 1,46,000 મળી કુલ રૂા. 11,64,000 તથા અમરેલીમાં પાઠક સ્કૂલની સામે રહેતા નિલેશભાઈ ઉર્ફે લાલો ખુમાણે પણ જુદી-જુદી રીતે ને ધમકીઓ આપી પ્રશાંતભાઈ અરવિંદભાઈ બામટા પાસેથી બળજબ્બરીથી રૂા. 2,65,000 કઢાવી લઈ તથા કરણભાઈ શેખવાએ પણ અવાર-નવાર ધમકીઓ આપી છરી વડે પ્રશાંતભાઈના ડાબા પડખે ઉઝરડો કરી હેરાન-પરેશાન કરી આ બન્નેએ પ્રશાંતભાઈ બામટા પાસેથી કુલ રૂા. 14,29,000 બળજબ્બરીથી કઢાવી પ્રશાંતભાઈ બામટા ઉપર આશરે વિસેક લાખનું લેણું કરી આરોપીઓ પાસે વ્યાજે પૈસા આપવાનું લાયસન્સ ન હોવા છતાં ગેરકાયદેસર રીતે નાણાનું વ્યાજ લઈ બન્ને આરોપી સામે ફરિયાદ નોંધાઈ છે.