ઘટના@અમદાવાદ: કાપડના 8 વેપારી પાસેથી 1.07 કરોડનો માલ ખરીદી કરી છેતરપિંડી, આરોપીએ લગાવ્યો ચૂનો

 વેપારીઓ પાસેથી કાપડનો માલ ખરીદી ~ 1.07 કરોડની ઠગાઇ આચરનાર આરોપી સામે ફરિયાદ નોંધાઇ છે.
 
Incident Accused cheated after purchasing goods worth 107 crores from 8 cloth merchants in Ahmedabad

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આજના જમાનામાં લોકો-લોકોને લાગતા હોય છે.ભોળા લોકોની સાથે છેતરપીંડી વધુ થઇ રહી છે લોકોને સાવધાન રહેવું જરૂરી છ.કોઈ પણ કામના પર ભરોસો કરતા પહેલા એના વિશે જાણી લેવું ખુબજ જરૂરી છે.પછી તેના પર  ભરોસો કરવો.એવામાજ અમદાવાદની એક ઘટના સામે આવી છે.અમદાવાદ શહેરના સાબરમતી વિસ્તારમાં 50 વર્ષિય જનકકુમાર સંઘવી ન્યૂ ક્લોથ માર્કેટમાં કે.સમરથમ નામની ફર્મ ધરાવી કોટન શુટિંગ ફેબ્રિકનો વેપાર કરે છે. તેઓ જુદા જુદા રાજ્યમાં પોતાનો માલ વેપારીઓને આપે છે. ઇદગાહ પાસે આશાપુરા ક્રિએશનના માલિક જીતેન્દ્ર કાનસિંઘજી રાજપુરોહિત હોલસેલ ભાવથી કાપડ લઇ પેન્ટ બનાવતા હોવાથી જનકકુમારે તેમનો સંપર્ક ધંધા માટે કર્યો હતો. ત્યારબાદ જનકકુમારે જીતેન્દ્ર સાથે ધંધો કરવાનું નક્કી કર્યું હતું. 4 ફેબ્રુઆરી 2021ના રોજ પહેલાં 98 હજારનું કાપડ જીતેન્દ્રભાઇને મોકલ્યું હતું. તે પેમેન્ટ તેમણે થોડા જ મહિનામાં પૂરું કરી દીધું હતું. જેથી જનકકુમારને તેમના પર વિશ્વાસ આવ્યો હતો. પછી 46 લાખનો બીજો માલ પણ મોકલ્યો હતો. તેમાંથી 19 લાખ રૂપિયા જીતેન્દ્રએ મોકલી આપ્યા હતા. બાકીના 27 લાખ રૂપિયા પછી ચૂકવશે તેમ બાંહેધરી આપી હતી. પરંતુ તે પૈસા તેણે ચૂકવ્યા ન હતા અને વાયદા આપ્યા હતા. ત્યારબાદ જીતેન્દ્રએ ધમકી આપી હતી. આ દરમિયાન જીતેન્દ્ર દુકાન બંધ કરી જતો રહ્યો હતો. તેના ઘરે તપાસ કરતા તે મળી આવ્યો ન હતો. બીજી તરફ જીતેન્દ્રએ અન્ય વેપારીઓ પાસેથી પણ માલ લીધો હોવાનું સામે આવ્યું હતું. તપાસ કરતા જીતેન્દ્રએ જુદા જુદા 8 વેપારી પાસેથી 2.46 કરોડનો માલ ખરીદ્યો હતો. તે પૈકી 1.39 કરોડ ચૂકવી આપ્યા હતા. જ્યારે બાકીના 1.07 કરોડ રૂપિયા ચૂકવ્યા ન હતા.આ મામલે જનકકુમારે જીતેન્દ્ર રાજપુરોહિત સામે કાગડાપીઠ પોલીસ મથકમાં જુદા જુદા વેપારીઓ પાસે 1.07 કરોડની ઠગાઇ આચર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ અારંભી છે.