અપડેટ@અમદાવાદ: સાબરમતી નદીમાં એક દિવસમાં 4 મૃતદેહ મળી આવ્યા, શું છે કારણ ?

 સુભાસબ્રિજ થી ઈન્દિરાબ્રિજ ફેજ 2 નું કામ ચાલી રહ્યું 
 
 બનાવ@અમદાવાદ: સાબરમતી નદીમાં એક દિવસમાં 4 મૃતદેહ મળી આવ્યા, શું છે કારણ ?

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

અમદાવાદના સાબરમતી નદી પર વિદેશી મહેમાનો મુલાકાત પણ લેતા હોય છે. અહીં પહેલા લોકો એક ક્ષણ આવવાનો વિચાર કરવાનું ટાળતા હતા તે નદી પર રિવર ફ્રન્ટ બનતા નદી પર્યટનનું સ્થળ બની છે. જોકે આટલું થવા છતાં નદીમાંથી મૃતદેહ મળી આવવાનો સિલસિલો બંધ નથી થઈ રહ્યો અને તેમાં પણ આજે એક જ દિવસમાં અલગ અલગ સમય અને અલગ અલગ સ્થળ પરથી નદી માંથી 4 મૃતદેહ મળી આવ્યા. જે 4 મૃતદેહ ફાયર બ્રિગેડે બહાર કાઢી પોલીસને સોંપ્યા. જ્યાં પોલીસે મૃતકોના મોત અંગે તપાસ શરૂ કરી છે.

 મૃતદેહ

 • ત્રણ પુરુષ અને એક મહિલાનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો
 • આંબેડકર બ્રિજ પાસે ખોડીયાર નગર તરફ પુરુષનું મૃતદેહ મળી આવ્યો. મૃતક બહેરામપુરા નો કિશન પરમાર હોવાનું આવ્યું સામે
 • બીજા બનાવમાં સરદાર બ્રિજ પાસે જમાલપુર તરફ એક યુવકનો મૃતદેહ મળી આવ્યો.
 • મૃતક કાગડાપીઠનો સંજય પરમાર હોવાનું આવ્યું સામે
 • ત્રીજા બનાવમાં એલિસ બ્રિજ પાસે હરીહરાનંદ આશ્રમ તરફ એક મહિલા નો મૃતદેહ મળી આવ્યો.
 • પોલીસે મહિલાની ઓળખ હાથ ધરી
 • વલભસદન પાસે અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો
 • પોલીસે મૃતકની ઓળખ હાથ ધરી
 • તમામ ઘટનામાં પોલીસે મોત અંગેના કારણ પણ તપાસવાનું શરૂ કર્યું.

સાબરમતી નદીના મોતની ઘટનાની વાત કરવામાં આવે તો નદીમાં છેલ્લા 6 વર્ષમાં 1200 ઉપર કોલ આવ્યા. જેમાં 257 બચાવાયા તો તેની સામે 785 થી વધુ લોકોના મોત નિપજ્યા જેમના મૃતદેહ નદી માંથી મળી આવ્યા. જેમાં બાળકો થી લઈ સિનિયર સીટીઝનનો સમાવેશ થાય છે.

સાબરમતી નદીમાં મોતને ભેટનારાઓના કેટલાક કારણ પણ હોય છે. સૌથી પહેલા પ્રેમ સંબંધ, બાદમાં પતિ પત્ની અને વો ના સબંધ, બાદમાં ઘર કંકાસ અને બાદમાં આર્થિક સંકડામણ અને આ વખતે બીમારીનું કારણ પણ જોવા મળ્યું છે. આ કારણો થી લોકો પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે.

અમદાવાદની સાબરમતી નદીમાં છેલ્લા 6 વર્ષમાં આ પ્રકારના અનેક બનાવ બન્યા. જેના છેલ્લા કેટલાક વર્ષના આંકડાઓ પર નજર કરીએ તો.

 • 2017 માં 290 કોલ, 74 ને બચાવ્યા, 217 ડેડબોડી
 • 2018 મા 151 કોલ, 35 ને બચાવાયા, 116 ડેડબોડી
 • 2019 માં 108 કોલ, 20 ને બચાવ્યા, 88 ડેડબોડી
 • 2020 માં 141 કોલ, 29 રેસ્ક્યુ, 98 ડેડબોડી
 • 2021 માં 179 કોલ, 47 રેસ્ક્યુ, 132 ડેડબોડી
 • 2022 માં 209 કૉલ, 28 રેસ્ક્યુ, 179 ડેડબોડી
 • 2023 માં નવેમ્બર સુધી 180 ઉપર કૉલ, 24 રેસ્ક્યુ, 156 થી વધુ  ડેડબોડી

સાબરમતી નદીની રિવર રેસ્ક્યુ ટીમની જો વાત માનીએ તો 2014 ના વર્ષમા 300 કરતા વધુ કૉલ નોંધાતા હતા. જે સિલસિલો રોકવા અને નદીની ઓળખ બદલવા માટે 2018ના વર્ષમાં નદી પરના તમામ બ્રિજ પર જારી ફિટ કરાઇ. જે બાદ મોત ના આંકડામાં ઘટાડો થયો. જોકે તે બાદ લોકોએ બ્રિજ છોડીને રિવર ફ્રન્ટ સ્થળ પસંદ કરતા બનાવ ઘટવાના બદલે તેમાં વધારો નોંધાયો. 2020 માં કોરોના સમયે બનાવ ઘટ્યા પણ બાદમાં ફરી એકવાર મોતના આંકડા એ જોર પકડ્યું. અને છેલ્લા બે વર્ષમાં ફરી નદીના મોતના આંકડામાં વધારો નોંધાયો.

સાબરમતી નદીનો પટ વાસણા બેરેજ થી સુભાસબ્રિજ સુધી પહેલા ફેજ 18 કિમિ ઉપરનો છે. કે જ્યાં મોતનો સિલસિલો જોવા મળી રહ્યો છે. અને સુભાસબ્રિજ થી ઈન્દિરાબ્રિજ ફેજ 2 નું કામ ચાલી રહ્યું છે. જ્યાં પણ આવી જ પરિસ્થિતિ સર્જાઈ શકે છે. જે ઘટના અકટકાવવા માટે રિવર ફ્રન્ટ પર સિક્યોરિટી ગાર્ડ. cctv સહિત અને આકર્ષણ પણ ઉભા કરાયા છે. જ્યાં દરરોજ હજાર લોકોની અવર જવર રહે છે. તેમ છતાં મોતને ભેટનારા લોકો એન કેંન પ્રકારે નદીમાં પડતું મૂકી મોતને વ્હાલું કરતા હોય છે. ત્યારે જરૂરી છે કે લોકોમાં રહેલ મોત વ્હાલું કરવાની માનસિકતા બદલવાની. જેથી આ પ્રકારના કિસ્સામા ઘટાડો લાવી શકાય.