ઘટના@અમદાવાદ: બાઇક ચલાવી બમ્પ કૂદાવતા યુવક નીચે પટકાયો અને ગંભીર ઇંજા પહોચતા મોત

ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
 
દુર્ઘટના@રાજકોટ: અટીકા ફાટક નજીક આઈ મા રેસ્ટોન્ટ સામે બાઈક લઈ નીકળેલા 16 વર્ષના તરુણનું અકસ્માતમાં કરુણ  મોત 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

શહેરના વસ્ત્રાલ અને ખોખરામાં બે ગંભીર અકસ્માતની ઘટના બનવા પામી હતી. સીટીએમમાં રહેતો 20 વર્ષીય યુવક ઘરેથી 11 વાગ્યે નીકળીને વસ્ત્રાલ જતો હતો. વસ્ત્રાલની વૃંદાવન પામ સોસાયટી પાસે પહોંચ્યો ત્યારે પૂરઝડપે બાઇક ચલાવી બમ્પ કૂદાવતા તે રોડ પર પટકાયો હતો. ત્યાં સાઇડમાં પડેલું ડ્રીલ મશીન તેને વાગી જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.

જ્યારે અકસ્માતમાં પેટના આંતરડા પણ બહાર નીકળી જતા સ્થળ પર તેનું મોત નિપજ્યું હતું. જે મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જ્યારે ખોખરામાં કારની ટક્કરે એક શ્વાનનું મોત થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

સીટીએમમાં રહેતા પ્રશાંતકુમાર દુબે પટેલ ટ્રાવેલ્સની ઓફિસમાં નોકરી કરે છે. તેમનો 20 વર્ષીય પુત્ર કર્તવ્ય દુબે ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. 31મીએ રાત્રે કર્તવ્ય બાઇક લઇને વસ્ત્રાલ તરફ જતો હતો ત્યારે બારેક વાગ્યે વૃંદાવન પામ સોસાયટી પાસે અકસ્માત થયો હતો. અકસ્માતમાં કર્તવ્યને કપાળ અને મોઢાના ભાગે ઇજાઓ પહોંચી હતી. જ્યારે પેટના આંતરડા પણ બહાર નીકળી જતા તે સ્થળ પર જ મૃત્યુ પામ્યો હતો. સ્થાનિકોને અકસ્માત બાબતે પૂછતા કર્તવ્ય પૂરઝડપે બાઇક ચલાવીને બમ્પ કુદાવતા બેલેન્સ ન રહેતા રોડની બાજુમાં પડેલા ડ્રીલીંગ મશીન સાથે અથડાતા તેનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું હતું. જેને લઇને આઇ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

જ્યારે ખોખરામાં રહેતા મેહુલભાઇ ઠાકોર રવિવારે તેમના મિત્ર આનંદભાઇ ચૌહાણ સાથે પાળતુ શ્વાન લઇને ફરવા નીકળ્યા હતા. ત્યારે સેવેન-ડે સ્કૂલ પાસેથી એક કારચાલકે પૂરઝડપે કાર હંકારીને મેહુલભાઇ તથા તેમના 9 માસના પાળતુ શ્વાન શેરૂને ટક્કર મારી હતી. મેહુલભાઇને સામાન્ય ઇજાઓ પહોંચી હતી અને શ્વાનને પણ ઇજાઓ પહોંચતા તાત્કાલિક હોસ્પિટલ લઇ જવાયું હતું. જ્યાં ડોક્ટરે શ્વાનને મૃત જાહેર કરતા આ મામલે આઇ ડિવિઝન ટ્રાફિક પોલીસે કારચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

નરોડા રોડ પર બીઆરટીએસ ટ્રેકમાં આધેડનું મોત

શહેરના મેમ્કોથી નરોડા રોડ પરના બીઆરટીએસ ટ્રેકમાં અકસ્માતની ઘટના બનવા પામી હતી. 28મીએ રાત્રે બીઆરટીએસ ટ્રેકમાંથી એક આધેડ રોડ ક્રોસ કરતા હતા. ત્યારે એક ટેમ્પો ચાલકે પૂરઝડપે ટેમ્પો હંકારીને આ અજાણ્યા આધેડને ટક્કર મારતા તેને સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે સારવાર દરમિયાન મૃત જાહેર કરતા આ મામલે ઇ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.