ઘટના@અમદાવાદ: એક્ટિવાચાલક પર અચાનક વૃક્ષની ડાળી પડતાં મોત નીપજ્યું

યુવકના મોતના પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે.
 
ઘટના@અમદાવાદ: એક્ટિવાચાલક પર અચાનક વૃક્ષની ડાળી પડતાં મોત નીપજ્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર કેટલીક દુર્ઘટનાઑ સામે આવતી હોય છે. અમદાવાદ શહેરના નમસ્તે સર્કલ પાસે એક  દૂ:ખદ અકસ્માતમાં યુવકનું મોત નીપજ્યું છે. ખાનગી ટ્રાવેલ્સની ઓવરલોડ બસ જ્યારે રસ્તા પરથી પસાર થઈ રહી હતી ત્યારે ઝાડ સાથે ટકરાતાં ડાળી તૂટી પડી હતી.

ડાળી તૂટી એક્ટિવાચાલક પર પડતાં ગંભીર ઈજા પહોંચતાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મૃતક ખાનગી કંપનીમાં કો-ઓર્ડિનેટર તરીકે નોકરી કરતો હતો અને પરિવારમાં બહેનોનો એકનો એક ભાઈ હતો.

યુવકના મોતના પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે. બહેને કહ્યું કે, મારો ભાઈ કહેતો કે હું પહેલા નોકરી લઈશ અને પછી જ લગ્ન કરીશ.