બનાવ@અમદાવાદ: ગેસ સિલિન્ડર ભરેલા ટ્રકમાં અચાનક આગ લાગી, તેમાં સવાર 3 વ્યક્તિમાંથી 2 લોકોના મોત

 ટ્રકમાં બેઠેલા ત્રણ વ્યક્તિઓમાંથી બે લોકોના મોત 
 
 બનાવ@અમદાવાદ: ગેસ સિલિન્ડર ભરેલા ટ્રકમાં આગ લાગી હોવાની ઘટના 2 લોકોના મોત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં અવાર-નવાર આગ લાગવાની ઘટનાઓ સામે આવતી હોય છે.  આ બનવામાં કેટલાક લોકો મોતને ભેટતા હોય છે. હાલમાંજ અમદાવાદથી ભયાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. અમદાવાદના ચાંગોદર પાસે ગેસ સિલિન્ડર ભરેલા ટ્રકમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. 

આ ઘટનામાં 2 લોકોના મોત થયા હોવાની પ્રાથમિક માહિતી મળી છે. ચાંગોદર નજીક સરી પાટીયા પાસે આવેલા મેલડી માતાના મંદિર પાસે આ ઘટના બની હતી. ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થવાને કારણે ટ્રકમાં આગ લાગી હતી.

મળતી માહિતી અનુસાર, ગેસ સિલિન્ડર ભરેલી આઇસર ટ્રકમાં આગ લાગી હતી. જેના કારણે ટ્રકમાં બેઠેલા ત્રણ વ્યક્તિઓમાંથી બે લોકોના મોત થયા છે. તો ઘટનાની જાણ થતાં ચાંગોદર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ ફાયર વિભાગે પણ ઘટનાસ્થળે પહોંચી આગ બુઝાવાની કામગીરી હાથ ધરી હતી.