ઘટના@અમદાવાદ: સગીરાએ ઘરમાં આવેલા ઉપરના રૂમમાં જઇને ગળે ફાંસો ખાઇને આપઘાત કર્યો

ગળે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો
 
સાબરકાંઠાની વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરીઃ બાથરુમની બારીમાં દોરડું લટકાવી જીવન ટુંકાવ્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં આત્મહત્યાના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી આત્મહત્યાના બનાવો સામે આવતા હોય છે. વસ્ત્રાલમાં સગીરાના ઘરે પરિવારજનો બહાર ગયા હતા. તે સમયે સગીર પ્રેમી સગીરાના ઘરે આવ્યો હતો. બાદમાં સગીરાની મોટી બહેન ઘરે આવતા બંનેને સાથે બેઠેલા જોઈ લીધા હતા. જેથી સગીર ત્યાંથી નીકળી ગયો હતો. બાદમાં સગીરાને ડર લાગવા લાગ્યો હતો કે તેની બહેન માતા-પિતાને કહી દેશે જેથી સગીરાએ ઘરમાં આવેલા ઉપરના રૂમમાં જઇને ગળે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.

જે બાદ મોટી બહેન રૂમમાં જતા સગીરા પંખા સાથે લટકેલી હતી. આ અંગે રામોલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોધ્યો હતો.લાશને પીએમ માટે મોકલી આપી હતી. જેમાં પીએમ રિપોર્ટમાં સગીરા સાથે દુષ્કર્મ થયું હોવાનું સામે આવ્યું હતું. આ અંગે સગીરાના માતા-પિતાએ સગીર સામે પોક્સો સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી છે.

વસ્ત્રાલમાં 15 વર્ષની સગીરા તેના માતા-પિતા સાથે રહેતી હતી. જેમાં તેની જ સોસાયટીમાં રહેતો 16 વર્ષીય કિશોર સાથે સગીરાની મિત્રતા થઈ હતી. જે બાદ બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. જ્યારે બંને એક જ સોસાયટીમાં રહેતા હોવાથી એકબીજાના ઘરે આવતા-જતા હતા. ગત 5 માર્ચે સગીરાની મોટી બહેન અને માતા-પિતા બહારગામ ગયા હતા.તે સમયે સગીરાએ તેના પ્રેમી કિશોરને ઘરે બોલાવ્યો હતો. બાદમાં સગીરાની મોટી બહેન ઘરે આવી જતા સગીરા અને કિશોરને સાથે બેઠેલો જોઇ ગઇ હતી.

જેથી કિશોર ગભરાઇને ત્યાંથી નીકળી ગયો હતો. સગીરાને ડર લાગ્યો કે બહેન માતા-પિતાને કહી દેશે તેવા ડરથી તે ઘરમાં ઉપરના રૂમમાં ગઇ અને પંખા સાથે દુપટ્ટો બાંધીને આપઘાત કરી લીધો હતો. સમગ્ર કેસમાં રામોલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોધીને લાશને પોસ્ટ મોર્ટમ મોકલી આપી હતી. ત્યારે પીએમ રિપોર્ટમાં સામે આવ્યું કે સગીરા સાથે દુષ્કર્મ થયું છે. જેથી સગીરાના માતા-પિતાએ રામોલ પોલીસ સ્ટેશનમાં કિશોર સામે પોક્સો સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.