બનાવ@અમદાવાદ: કાર ડિવાઈડર સાથે અથડાતા પુત્રનું મોત અને પિતાને ઇજા, જાણો વધુ વિગતે

વૃદ્ધને ઇજાઓ પહોંચી હતી 
 
દુર્ઘટના@રાજકોટ: અટીકા ફાટક નજીક આઈ મા રેસ્ટોન્ટ સામે બાઈક લઈ નીકળેલા 16 વર્ષના તરુણનું અકસ્માતમાં કરુણ  મોત 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં દુર્ઘટના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી દુર્ઘટનાઓ સામે આવતી હોય છે.  શહેરના વસ્ત્રાલ રિંગ રોડ પર આવેલી હેલ્થ વન હોસ્પિટલ પાસે રવિવારે રાત્રે અકસ્માત સર્જાયો હતો. એક ગાડીમાં પિતા-પુત્ર ઘરે જતા હતા ત્યારે ટ્રકના ચાલકે ગાડીની બાજુમાંથી સાઇડ લેતા વૃદ્ધે ગાડીના સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. કાબૂ ગમાવતા જ ગાડી ડિવાઇડર સાથે અથડાઇ હતી. જેના કારણે વૃદ્ધને ઇજાઓ પહોંચી હતી અને ઇજાગ્રસ્ત પુત્રને સારવાર અર્થે ખસેડ્યો હતો.

જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. હાલ આ મામલે આઇ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

નિકોલમાં આવેલા અભિનવ રેસિડેન્સીમાં રહેતા રમેશભાઇ પટેલ (ઉ.59) નિવૃત્ત જીવન ગુજારે છે. તેમનો પુત્ર મનોહર પટેલ (ઉ.19) વાસણા ખાતે આવેલી જી. બી. શાહ કોલેજમાં અભ્યાસ કરે છે. રવિવારે રાત્રે રમેશભાઇ ગાડીમાં મનોહરને મોરયાથી બેસાડીને નિકોલ ઘરે આવતા હતા. ત્યારે વસ્ત્રાલ પાસે પહોંચતા તેમની બાજુમાંથી ટ્રકના ચાલકે સાઇડ લેતા સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને ગાડી ડિવાઇડર સાથે અથડાઇ હતી. અકસ્માતમાં રમેશભાઇને કપાળ અને પગમાં ઇજા થઇ હતી. જ્યારે મનોહરને પગ મોઢા અને શરીરના અન્ય ભાગો પર ઇજાઓ થઇ હતી. મનોહરને સારવાર અર્થે ખસેડ્યા બાદ ફરજ પરના ડોક્ટરે સારવાર દરમિયાન મૃત જાહેર કર્યો હતો. જેને લઇને આઇ ડિવિઝન ટ્રાફિક પોલીસે રમેશભાઇ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ટ્રક નીચે સૂતેલા આધેડ પર ટાયર ફરી વળતા મોત

સનાથલ સર્કલ પાસે બાવળા સરખેજ હાઇવે પર એક વ્યક્તિ ટ્રક નીચે સૂતો હતો ત્યારે ટ્રકના ચાલકને ધ્યાન ન રહેતા ટ્રક ચાલુ કરીને નીકળ્યો હતો. સૂતેલા માણસ પરથી ટ્રકનું ટાયર ફરી વળતા તેનું મોત નિપજ્યું હતું. જેને લઇને ચાંગોદર પોલીસે ગુનો નોંધી મૃતકની ઓળખ કરવા તજવીજ હાથ ધરી છે.