ઘટના@અમદાવાદ: છરીના તીક્ષ્‍ણ ઘા મારીને એક્ટિવાચાલક યુવકને એક હોસ્પિટલ નજીક ઉતારીને કારચાલક ફરાર

છરીના ઘા મારી જીવલેણ હુમલો

 
અમદાવાદઃ પૈસાની લેતી દેતી મામલે વિદ્યાર્થીને મિત્રોએ ચપ્પાનાં ઘા માર્યા

અટલ  સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

બે મિત્રો વસ્ત્રાલ રોડ પર એક્ટિવા લઈને નીકળ્યા હતા તેવામાં પાછળથી એક એક્ટિવા પર ત્રણ સવારી આવેલા લોકોએ ટક્કર મારીને ઝઘડો કર્યો હતો. દરમિયાન એક શખ્સ ગાડી લઈને આવ્યો અને એક્ટિવાચાલક બંને શખ્સોમાંથી એક યુવકને ગાડીમાં બળજબરીપૂર્વક બેસાડી દીધો અને ચાલુ ગાડીમાં મારવાનું શરૂ કરી દીધું હતું.

યુવકને છરીના તીક્ષ્‍ણ ઘા મારીને એક્ટિવાચાલક યુવકને એક હોસ્પિટલ નજીક ઉતારીને કારચાલક ફરાર થઈ ગયા હતા. યુવકે ફરિયાદ નોંધાવતા રામોલ પોલીસે ત્રણ શખ્સો વિરુદ્ધ અપહરણ, હત્યાનો પ્રયાસ અને જીવલેણ હુમલો કરવા અંગેની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

વસ્ત્રાલમાં રહેતો ગૌરવ તોમર ગુજરાત કોલેજમાં બીએસસીમાં બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. તેના મિત્ર નિતેશ ખટીકને ઘણા સમયથી ગોરલ દાયમા નામના વ્યક્તિ જોડે ઘણા સમયથી ઝઘડો ચાલી રહ્યો હતો. ગત 28 નવેમ્બરે ગૌરવ અને તેનો મિત્ર નિતેશ સાથે ફોટો આલ્બમ નિકોલથી લઇને નિતેશના સસરાને વસ્ત્રાલ આપવા ગયા હતા. બાદમાં બંને મિત્રો એક્ટિવા પર પરત ફરી રહ્યા હતા ત્યારે સુમિન પાર્ક નજીક પહોંચ્યા તે સમયે ગોરલ અને ભાણો નામના શખ્સો કાર લઇને ઊભા હતા. બંનેને ઊભા રાખવાનો પ્રયાસ કર્યો પરંતુ ન ઊભા રહેતા બંને શખ્સોએ તેનો પીછો કરીને કોસમોસ વિલા સોસાયટી નજીક કારથી એક્ટિવાને ટક્કર મારતા ગૌરવ અને નિતેશ બંને મિત્રો ફંગોળાઈને સોસાયટીના ગેટની દીવાલ સાથે અથડાયા હતા. ત્રણેય શખ્સોએ ગૌરવનું અપહરણ કરીને ગાડીમાં બેસાડી ગોપી ડેરીના ઢાળ પાસે લઇ જઇને તને નિતેશ સાથે ફરવાનો બહુ શોખ છે કહીને છરીના ઘા માર્યા હતા. ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ગૌરવ અર્ધ બેભાન થતા ત્રણેય શખ્સો એ.બી. હોસ્પિટલ પાસે ઉતારીને ભાગી ગયા હતા. બાદમાં ગૌરવના પરિવારજનોને સ્થાનિકોએ જાણ કરાતા તે લોકો આવીને તેને હોસ્પિટલમાં લઇ ગયા હતા.