બનાવ@અમદાવાદ: પુત્રવધૂના ત્રાસથી કંટાળીને સસરાએ આપઘાત કર્યો

પુત્રવધૂએ એટલી હદે ત્રાસ આપ્યો કે, સસરાએ પહેલા સુસાઇડ નોટ લખી અને બાદમાં એસીડ પીને આપઘાત કરી લીધો હતો
 
આપઘાત@રાજકોટ: કોલેજે ભણવા જાઓ કે મજાક કરવા? પિતાએ ઠપકો આપતાં અંજલી મોતને ભેટી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં મોતના બનાવો ખુબજ વધી ગયા છે. લોકો સામાન્ય બાબતે પોતાનું જીવન ટૂંકાવતા હોય છે. નારોલમાં પુત્રવધૂના ત્રાસથી કંટાળીને સસરાએ આપઘાત કર્યો છે. પુત્રવધુનું બ્યુટીપાર્લરનું કામ બંધ કરાવી દેતા તેણે ઘરમાં કકળાટ શરૂ કરી દીધો હતો.

પુત્રવધૂએ એટલી હદે ત્રાસ આપ્યો કે તેનો દીયર અને દેરાણી ઘર છોડીને બીજે રહેવા માટે જતા રહ્યા હતાં, જ્યારે તેના પતિ ઉપર પણ હુમલો કરતી હતી. પુત્રવધૂએ પતિને નખ મારીને લોહીલુહાણ કરતા તેને પણ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

પુત્રવધૂએ ઘરમાં ગણેશ સ્થાપના કરવાનો પણ ઇન્કાર કરી દીધો હતો અને દેરાણીનું શ્રીમંત કરવાની પણ ના પાડી દીધી હતી. પુત્રવધૂએ એટલી હદે ત્રાસ આપ્યો કે, સસરાએ પહેલા સુસાઇડ નોટ લખી અને બાદમાં એસીડ પીને આપઘાત કરી લીધો હતો. આ મામલે નારોલ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.