બનાવ@અમદાવાદ: અજાણ્યા યુવકની માથુ છુંદાયેલ હાલતમાં લાશ મળી, જાણો સમગ્ર બનાવ

અજાણ્યા શખસોએ અંગત અદાવતમાં યુવકને પથ્થર મારીને હત્યા કરીને ફરાર થઇ ગયા
 
મર્ડર@અમદાવાદ: ધોળકામાં ચોરીની સાથે એક યુવકની હત્યા કરાઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર કેટલીક જગ્યાએથી લાશો મળી આવતી હોય છે. સરદારનગરમાં અજાણ્યા યુવકની માથુ છુંદાયેલ હાલતમાં લાશ મળી હતી. જેમાં પોલીસે તપાસ કરતા અજાણ્યા શખસોએ પથ્થર વડે માર મારીને યુવકની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. આ અંગે પોલીસે અજાણ્યા શખસો સામે સરદારનગર પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોધીને મૃતકની ઓળખ કરવાની કામગીરી હાથધરી છે.


નરોડા પાટિયા એસટી વર્કશોપ પાસે એક અજાણ્યા યુવકની લાશ પડી છે. તેવો મેસેજ પોલીસને મળતા સરદારનગર પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ત્યારે તપાસ કરતા યુવકની લાશ માથુ છુદાયેલ હાલતમાં પડી હતી. તેમજ લાશની બાજુમાં એક પત્થર પણ પડ્યો હતો. જેથી પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપી હતી.


તેમજ આસપાસ તપાસ કરતા અજાણ્યા શખસોએ અંગત અદાવતમાં યુવકને પથ્થર મારીને હત્યા કરીને ફરાર થઇ ગયા હોવાનું સામે આવ્યુ હતુ. આ અંગે સરદારનગર પોલીસે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોધીને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી છે. તેમજ બીજી તરફ પોલીસે મૃતકની ઓળખ કરવાની કામગીરી પણ શરૂ કરી છે.