બનાવ@અમદાવાદ: પરિણીતાએ સાસરિયાંના ત્રાસના કારણે આત્મહત્યા કરી, જાણો સમગ્ર બનાવ એકજ ક્લિકે

 
આત્મહત્યા@કોઠારીયા: વેપારીએ કેમ જીવન ટૂંકાવા જેવું પગલું ભર્યું, જાણીને લોકોને  નવાઈ લાગશે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

કૃષ્ણનગર વિસ્તારમાં રહેતી પરિણીતાએ સાસરિયાંના ત્રાસના કારણે નાની બહેનના લગ્નના અઠવાડિયા પહેલાં જ આત્મહત્યા કરી છે. આ મામલે મૃતકના પિતાએ જમાઇ-વેવાણ સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણા સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી છે. જેમાં એવો પણ આક્ષેપ કર્યો છે કે, મૃતક પિયર જતી હતી ત્યારે પતિ-સાસુ કહેતા હતા કે, તારા બાપે દહેજમાં કંઇ આપ્યું નથી, બાપના ત્યાંથી સોનાના દાગીના અને રોકડ રૂપિયા લઇ આવજે.

જો આ બધું ન લાવવું હોય તો મરી જજે પરંતુ અમારા ઘરે પરત આવતી નહીં.

સુરેન્દ્રનગર વિસ્તારમાં રહેતી 34 વર્ષીય આશાબાના લગ્ન વર્ષ 2011માં સામાજિક રીતરિવાજ મુજબ કૃષ્ણનગરમાં રહેતા અજયસિંહ દિલુભા જાડેજા સાથે થયા હતા. લગ્ન બાદ આશાબા સાસરીમાં રહેવા ગઇ હતી. સાસુ રમણીકબા પણ રહેતા હતા. લગ્નના બીજા વર્ષે જ આશાબાએ પુત્રને જન્મ આપ્યો હતો. પુત્રના જન્મ બાદ સાસુ આશાબાને અવાર નવાર મહેણાટોણા મારતી હતી અને નાના નાના કામ બાબતે હેરાન પરેશાન કરતા હતા. આ મામલે આશાબાએ પોતાના પતિને વાત કરી હતી.

જો કે, પતિ પણ માતાનું ઉપરાણું લઇ પત્નીને મારતો હતો. બીજી તરફ પતિ દારૂ પીવાની લતે ચઢી ગયો હતો અને આશાબાને અવારનવાર માર મારતો હતો. આશાબા પિયર આવે ત્યારે સાસુ, પતિ કહેતા હતા કે, તારા બાપે દહેજમાં કંઇ આપ્યું નથી,

બાપના ત્યાંથી સોનાના દાગીના અને રોકડ રૂપિયા લઇ આવજે. જો આ બધું ન લાવવું હોય તો મરી જજે પરંતુ અમારા ઘરે પરત આવતી નહીં. જેથી આશાબા પિતાને આ બાબતે અવાર નવાર જાણ કરતી હતી. જો કે, દીકરીનો ઘર સંસાર બગડે નહીં તે માટે પિતા સમજાવી તેને પરત સાસરીમાં મોકલતા હતા. આ રીતે ત્રણ વખત આશાબા રિસાઇ પિયર આવી ગઇ હતી. પરંતુ તમામ વખત સમજાવી તેને સાસરે મોકલી આપવામાં આવી હતી. બીજી તરફ 26 ફેબ્રુઆરીના રોજ આશાબાની નાની બહેનના લગ્ન હોવાથી તે અંગે પરિવારના સભ્યો તૈયારીઓ કરી રહ્યાં હતા.

17 ફેબ્રુઆરીએ અજાણ્યા ફોન નંબરથી આશાબાના પિતાને ફોન આવ્યો અને જણાવ્યું હતું કે, આશાબા આ દુનિયામાં નથી. આટલું કહી ફોન કાપી નાંખ્યો હતો. જેથી ફોન નંબર ચેક કરતા સાસુ રમણીકબાનો ફોન નંબર હતો. જેથી ફરી તે નંબર પર ફોન કરતા સાસુએ ફોન ઉપાડી કહ્યું હતું કે, તમારી દીકરીએ ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી છે. જેથી પિતા સહિતના સભ્યો અમદાવાદ આવ્યા હતા અને સિવિલ પીએમ રૂમમાં પહોંચ્યા હતા.

જ્યાં આશાબાની લાશ પડી હતી. આ મામલે જમાઇ સહિતના લોકોને પૃચ્છા કરતા કોઇએ જવાબ આપ્યો ન હતો. દીકરીના અંતિમ સંસ્કાર બાદ પિતા રણજિતસિંહ ગગુભા વાઘેલાએ જમાઇ અજયસિંહ દિલુભા જાડેજા અને વેવાણ રમણીકબા દિલુભા જાડેજા સામે આત્મહત્યા માટે દુષ્પ્રેણા સહિતના કલમ હેઠળ ફરિયાદ નોધી હતી.