બનાવ@વાંકાનેર: SBI બેંકની બારી-ગ્રીલ તોડી ચોરીનો પ્રયાસ કરાયો, જાણો વધુ વિગતે

પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે
 
 કૌભાંડ@ગુજરાત: નકલી SBI બેન્ક  કૌભાંડનો  પર્દાફાશ થયો, 3 લોકોએ ખૂલી હતી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર ચોરીના બનાવો સામે આવતા હોય છે.  વાંકાનેર તાલુકાના ઢુવા નજીક આવેલ એસબીઆઈ બેંકને તસ્કરોએ નિશાન બનાવી રાત્રીના સમયે ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.  જે બનાવને પગલે પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

મોરબી જીલ્લામાં તસ્કરો બેફામ બન્યા છે.  છાશવારે વાહન ચોરી અને ઘરફોડ ચોરીને અંજામ આપી પોલીસની આબરૂ લૂંટી રહ્યા છે. તો હવે તસ્કરોના હોસલા એટલા બુલંદ થઇ ગયા છે કે બેંકને નિશાન બનાવવા લાગ્યા છે.  ઢુવા નજીક આવેલ એસબીઆઈ બેંકમાં રાત્રીના સમયે બેંકની પાછળના ભાગમાં આવેલ બારી અને ગ્રીલ તોડી ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.  જે બનાવને પગલે બેંક મેનેજર દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં જાણ કરવામાં આવતા પોલીસ ટીમ દોડી ગઈ હતી અને વધુ તપાસ હાથ ધરી છે.

જોકે તસ્કરોએ બેંકને નિશાન બનાવી પોલીસની આબરૂના લીરેલીરા ઉડાવી દીધા છે.  તસ્કરોના હોસલા કેટલા બુલંદ છે.  તે પણ ઘટના પરથી સ્પષ્ટ થયું છે.  હાલ બેન્કમાંથી કોઈ રોકડ કે અન્ય ચીજવસ્તુની ચોરી થઇ છે. કે કેમ તે સ્પષ્ટ થયું નથી પોલીસે તપાસ ચલાવી છે.  તો બનાવ મામલે રવિવારે બપોર સુધી સત્તાવાર ફરિયાદ નોંધાઈ ના હતી.