ઘટના@આણંદ: માત્ર 7 સેકેન્ડમાં જર્જરિત મકાન ધરાશાયી, જાણો સમગ્ર ઘટના એકજ ક્લિકે
જર્જરિત ઘર ધરાશાયી થતા કાટમાળ બહાર પડતાં રસ્તો બંધ થઈ ગયો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
કેટલીક જગ્યાએથી મકાન ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવતી હોય છે. માત્ર 7 સેકેન્ડમાં જર્જરિત મકાન ધરાશાયી. આણંદ જિલ્લાના ખંભાતની વાત કરવામાં આવે તો ખંભાત એક પૌરાણિક નગરી છે. જ્યાં માટીના અને લાકડાનાં ખૂબ મકાનો આવેલાં છે. જે વર્ષો જૂનાં મકાનો છે જે જર્જરિત હાલતમાં પણ ફેરવાઈ ગયાં છે. ત્યારે આવું જ એક જૂનું અને જર્જરિત મકાન ધરાશાયી થવાની ઘટના ખંભાતમાં બનવા પામી હતી. માત્ર 7 સેકેન્ડમાં તો આખેઆખું મકાન પત્તાંના મહેલની જેમ તૂટી પડ્યું હતું. જેનો લાઇવ વીડિયો કેમેરામાં કેદ થયો હતો.
ખંભાતમાં એક જૂનું અને જર્જરિત મકાન ધરાશાયી થવાની ઘટના બનવા પામી છે. પાણી પડવાને કારણે માટી અને લાકડાનાં મકાનોમાં ખૂબ નુકસાન થયું છે. કેટલાય લોકોએ જે મકાનો પડી જવા જેવાં હતાં તે મકાનો પોતે સ્વયંભૂ જ ઉતારી લેવડાવ્યાં છે. જે મકાનો બંધ છે તે મકાનના માલિકો ખંભાતની બહાર રહે છે. તેવા લોકો વરસાદ આડે મકાનનું રિપેરિંગ કરાવતા હોય છે.
ગઈકાલે ખંભાતના આળી વિસ્તારમાં મુકુંદ આશ્રમની બાજુમાં આવેલું એક મકાન મોડી સાંજે પત્તાંના મહેલની જેમ તૂટી પડ્યું હતું. એ મકાન રોડ ઉપર પડતાં અવર જવર માટે રસ્તો બંધ થઈ ગયો હતો. માત્ર 7 સેકન્ડમાં તો આખેઆખું મકાન ધરાશાયી થતા તેનો તમામ કાટમાળ રોડ પર પડ્યો હતો. જેથી અવર-જવરનો રસ્તો પણ બંધ થઈ ગયો હતો. એ વિસ્તારની બહારની અને ઘરની લાઈટો પણ જતી રહી હતી.
ધરાશાયી થયેલા મકાનમાં કોઈ રહેતું ન હતું અને રસ્તા પરથી પણ કોઈની અવર-જવર નહોતી જેથી કોઈ જાનહાનિ થવા પામી ન હતી. ખંભાત નગરપાલિકાના જેસીબી દ્વારા મકાનનો કાટમાળ સાઇડ ઉપર કરી અને રોડ ચાલુ કરવામાં આવ્યો હતો. અનેક બંધ લાઈટોને પણ ખંભાત જીઇબી દ્વારા વીજજોડાણ કરીને ફરી પુનઃ ચાલુ કરવામાં આવી હતી.