ઘટના@અંકલેશ્વર: સ્કૂલ રીક્ષા પલટી મારતા વિદ્યાર્થીઓ ખાડામાં ખાબક્યા, જાણો વધુ

વિદ્યાર્થીઓ ખાડામાં ખાબક્યા
 
ઘટના@અંકલેશ્વર: સ્કૂલ રીક્ષા પલટી મારતા વિદ્યાર્થીઓ ખાડામાં ખાબક્યા, જાણો વધુ 

અટલ સમાચાર દોટન કોમ, ડેસ્ક 

રાજ્યમાં અકસ્માતના બનાવો ખુબજ વધી ગયા છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાંથી બિસ્માર માર્ગના કારણે વધુ એક અકસ્માતનો વીડિયો સામે આવ્યો છે. જેમાં એક સ્કૂલ રીક્ષા પલટી મારી ગઈ છે, જેના કારણે વિદ્યાર્થીઓ પાણી ભરેલા ખાડામાં ખાબક્યા હતા. જેને લઈ 2થી 3 વિદ્યાર્થીઓ ઘવાયા હતા અને સ્લૂક બેગો પાણીમાં પલળી ગઈ હતી.


અંકલેશ્વર પંથકમાં ભારે વરસાદના પગલે વિવિધ વિસ્તારોના માર્ગો બિસ્માર બન્યા છે. જેના કારણે આજે વધુ એક દુર્ઘટના સર્જાઈ હતી. અંકલેશ્વર શહેરના પીરામણ રોડ પર આવેલ ગ્રીનપાર્ક સોસાયટીમાંથી પસાર થઈ રહેલ સ્કૂલ રીક્ષા પલટી મારી ગઈ હતી. જેના કારણે સ્કૂલ રિક્ષામાં સવાર 2થી 3 વિદ્યાર્થીઓ ઘવાયા હતા. આ સાથે જ તેમના સ્કૂલ બેગ પણ પાણીમાં પલળી ગયા હતા.

જોકે, બિસ્માર બનેલા માર્ગોનું અંકલેશ્વર નગર સેવાસદન દ્વારા સમારકામ કરવામાં નહીં આવતા આવી દુર્ઘટનાઓ વારંવાર સર્જાતી રહે છે, ત્યારે હવે અંકલેશ્વર નગર સેવાસદન દ્વારા વહેલી તકે બિસ્માર માર્ગોનો સમારકામ કરવામાં આવે તેવી માગ ઉઠવા પામી છે.