ઘટના@અરવલ્લી: મગફળી વેચવા માટે પહોચેલા ખેડૂતને હાર્ટએટેક આવતા મોતને ભેટ્યો
અચનાક અસ્વસ્થતા જણાઈ હતી
Updated: Dec 12, 2023, 19:59 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અરવલ્લી જિલ્લામાં એક ખેડૂતને હાર્ટએટેક આવતા મોત નિપજ્યુ હતુ. માર્કેટયાર્ડમાં મગફળી વેચવા માટે આવ્યો હતો ખેડૂત અને એ દરમિયાન અસ્વસ્થતા અનુભવી રહ્યો હતો. બાદમાં અચાનક જ ઢળી પડ્યો હતો. જેને લઈ ખેડૂતને મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તબીબે મૃત જાહેર કર્યો હતો.
મોડાસા માર્કેટ યાર્ડમાં ખેડૂત મગફળી વેચવા માટે પહોંચ્યો હતો અને જ્યાં તબીયત લથડી હતી અને અચાનક ઢળી પડ્યા બાદ મોતને ભેટ્યો હતો. સાકરીયા ગામના 45 વર્ષીય ખેડૂત સુખા સોમાભાઈ ખાંટ મગફળી વેચવા માટે માર્કેટયાર્ડમાં પહોંચ્યા હતા. જ્યાં તેઓને અચનાક અસ્વસ્થતા જણાઈ હતી. આ દરમિયાન જ તેઓ ઢળી પડ્યા હતા.
ખેડૂતની તબીયત ઠીક નહીં જણાતા તેમને તુરત જ સ્થાનિક સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબિબોએ ખેડૂત સુખા ખાંટને મૃત જાહેર કર્યા હતા. આમ મોડાસામાં વધુ એક મોતની ઘટના હ્રદયરોગના હુમલાને લઈ નોંધાઈ હતી.