ઘટના@ધાનેરા: 17 વર્ષનો કિશોર ક્રિકેટના મેદાનમાં હાર્ટ એટેકને લઈ ઢળી પડ્યો હતો અને મોતને ભેટ્યો
હ્રદર રોગનો હુમલાને લઈ જીવ ગુમાવવાની ઘટના
Dec 20, 2023, 20:25 IST

અટલ સમાચાર ડોટ કોમ,ડેસ્ક
એક 17 વર્ષનો કિશોર ક્રિકેટના મેદાનમાં હાર્ટ એટેકને લઈ ઢળી પડ્યો હતો અને મોતને ભેટ્યો છે. વધતા જતા હાર્ટ એટેકના બનાવો દરમિયાન 17 વર્ષનો કિશોર હ્રદર રોગનો હુમલાને લઈ જીવ ગુમાવવાની ઘટના સામે આવી છે. ધાનેરામાં વિપુલ દિનેશભાઈ સોલંકી મિત્રો સાથે ક્રિકેટ રમતો હતો એ દરમિયાન તે મેદાનમાં ઢળી પડ્યો હતો.
અચનાક ઢળી પડવાને લઈ મિત્રોએ તેને તુરજ જ સારવાર માટે ખસેડવા પ્રયાસ કર્યો હતો. સાથે જ સીપીઆર આપવાનો પ્રયાસ કર્યો હતો. ધાનેરા અને બાદમાં પાલનપુરની હોસ્પિટલમાં સારવાર માટે પણ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં વિપુલનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતુ.