ઘટના@ધોબીવાડ: બિમારીથી કંટાળી યુવકે ફાંસો ખાઇ આપઘાત,જાણો સમગ્ર ઘટના એકજ ક્લિકે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજકાલ આત્મહત્યાના બનાવ ખુબજ સામે આવી રહ્યા છે.લોકો માનસિક રીતે કંટાળી આત્મહત્યા કરી રહ્યા છે.લોકો બીમારીથી કંટાળી આત્મહત્યા કરી રહ્યા છે.હાલમાંજ ધોબીવાડામાંથી આત્મહત્યાનો બનાવ સામે આવ્યો છે.જ્યાં યુવક બીમારીના કારણે આત્મહત્યા કરી લીધી.લાકડાની છતમાં દોરી વડે ફાંસો ખાઇ આઘાત કરી લીધો હતો. બાદમાં સાંજના બાજુમાં રહેતી તેની પુત્રી સાયદા બ્લોચ તેના પિતાના ઘરે ખાંડ લેવા માટે આવતા રૂમમાં પ્રવેશતા જ તેના પિતા લટકેલી હાલતમાં જોવા મળતા આક્રંદ મચાવ્યો હતો. બનાવની જાણ થતાં પરિવારજનોએ 108ને જાણ કરતા 108ની ટીમે પ્રૌઢને તપાસી મૃત જાહેર કર્યા હતા.બનાવ અંગે જાણ થતા પોલીસે ઘટના સ્થળે દોડી ગઇ હતી અને જરૂરી કાગળો કરી મૃતદેહને પીએમમાં ખસેડયો હતો. વધુમાં પોલીસે જણાવ્યા અનુસાર, મૃતક મજુરી કામ કરતા અને તેમને સંતાનમાં બે પુત્ર, એક પુત્રી છે. તેમને છેલ્લા 15 વર્ષથી હરસની બીમારી હોય અને તેના ઓપરેશનથી તેઓ ભય અનુભવતા હતા. જેનાથી કંટાળીને અંતિમ પગલુ ભરી લીધાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું હતું. બનાવથી પરિવારમાં કાળો કલ્પાંત છવાયો હતો.