બનાવ@ગાંધીનગર: લીહોડા ગામે દારૂ પીવાના કારણે 2 લોકોના મોત અને 3 ગંભીર હાલતમાં

શંકાસ્પદ પ્રવાહી-દારૂના વધુ પડતા સેવન 
 
દુર્ઘટના@રાજકોટ: અટીકા ફાટક નજીક આઈ મા રેસ્ટોન્ટ સામે બાઈક લઈ નીકળેલા 16 વર્ષના તરુણનું અકસ્માતમાં કરુણ  મોત 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ગુજરાતના પાટનગર ગાંધીનગર જીલ્લાનાં લીહોડા ગામે શંકાસ્પદ ઝેરી પીણુ પીધા બાદ બે લોકોના મોત નીપજયા હતા. જયારે અન્ય ત્રણની હાલત ગંભીર બની હતી. આ ઘટનાને પગલે લઠ્ઠાકાંડની ચર્ચા જાગી હતી. જોકે એફએસએલ રીપોર્ટમાં દેશી-દારૂમાં મિથેનોલ ન હોવાનું સ્પષ્ટ થતા લઠ્ઠાકાંડની વાત નકારવામાં આવી છે.જીલ્લા પોલીસ વડા સહીતનો કાફલો લીહોડા ગામે પહોંચ્યો હતો અને દારૂ વેંચનારાઓની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

દારૂબંધી ધરાવતા ગુજરાતમાં છુટ્ટથી દારૂ વેંચાતો હોવાનું જગજાહેર છે. થોડા વખત પૂર્વે બોટાદમાં લઠ્ઠાકાંડ સર્જાયો હતો.હવે ગાંધીનગર જીલ્લાનાં દહેગામ તાલુકાના લીહોડા ગામે આવી ઘટના બન્યાની શંકા વ્યકત થઈ રહી છે. દેશી દારૂ પીધા બાદ કાનાજી ઉમેદજી ઝાલા તથા વિક્રમસિંહ રગતસિંહ ઝાલા નામના 35 વર્ષનાં બે યુવાનોનાં મોત નીપજયા હતા જયારે અન્ય સાત લોકોની તબીયત લથડતા સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.આ સાત પૈકી ત્રણની હાલત ગંભીર ગણાવવામાં આવી રહી છે.

એવુ બહાર આવ્યું છે કે મકર સંક્રાતિની રાત્રીએ આ લોકોએ દેશી દારૂ શંકાસ્પદ પ્રવાહી પીધુ હતું અને ત્યારબાદ અચાનક તબીયત બગડવા લાગી હતી. આ બનાવની જાણ થતા ગાંધીનગર રેન્જ આઈજી જીલ્લા પોલીસવડા સહીત ઉચ્ચ અધિકારીઓનો કાફલો લીહોડા ગામે દોડી ગયો હતો. શંકાસ્પદ પ્રવાહીનાં નમુના લઈને પૃથ્થકરણ માટે ફોરેન્સીક લેબમાં મોકલવામાં આવ્યા હતા. આ શંકાસ્પદ પીણુ પીનારા લોકોની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. ઉપરાંત તે વેચનારા બૂટલેગરોને પકડવા મોટાપાયે દરોડાનો દોર શશરૂ કરવામાં આવ્યો હતો.

આ ઘટનામાં વધુ લોકોને સારવારની જરૂર છે તો 108 એમ્બ્યુલન્સને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. પોલીસ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે શંકાસ્પદ પ્રવાહી-દારૂના વધુ પડતા સેવન તથા અન્ય બિમારીઓને કારણે બન્ને યુવકોનાં મોત નીપજયા હોવાની શંકા છે.

ગાંધીનગરના લીહોડા ગામમાં ઝેરી-શંકાસ્પદ પીણુ પીધા બાદ બે લોકોના મોત તથા અન્ય સાત લોકોની તબીયત લથડતાની ઘટના બાદ પોલીસ દોડતી થઈ હતી. આ લોકોએ પીધેલા પ્રવાહીનાં નમુના એફએસએલમાં મોકલવામાં આવ્યા હતા. એવો દાવો કરવામાં આવ્યો છે કે શંકાસ્પદ પ્રવાહીમાં મિથેનોલની હાજરી મળી નથી. એટલે લઠ્ઠાકાંડની શકયતા નથી.દેશી દારૂના વધુ પડતા સેવન તથા અન્ય બિમારીથી મૃત્યુ થયાની શંકા વ્યકત કરવામાં આવી રહી છે. એફએસએલ રીપોર્ટનાં આધારે લઠ્ઠાકાંડની શકયતા નકારવામાં આવી છે.