ઘટના@ગોંડલ: પૂર્વ પતિ સહિતનાઓએ પત્નીના ઘરે જઈને તોડફોડ કરી, જાણો વધુ વિગતે

પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી 
 
 ઘટના@ગોંડલ: પૂર્વ પતિ સહિતનાઓએ પત્નીના ઘરે જઈને તોડફોડ કરી, જાણો વધુ વિગતે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નરાવાર ઘટનાઓ સામે આવતીજ હોય છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી કેટલીક ઘટનાઓ અસ્તિત્વમાં આવતી જ હોય છે. ગોંડલની વોરા શેરીમાં પૂર્વ પતિએ મહિલા સહિતનાને ગાળો આપી મોટર સાઈકલ અને ફોર વહીલમાંમાં તોડફોડ કરી હતી. સીસીટીવી કેમેરાનું ડીવીઆર તોડી ઓફિસમાં પથ્થર અને કાચની બોટલો ઘા કરી નુકશાન કર્યું હોવાની ફરિયાદ ગોંડલ સીટી પોલીસ મથકમાં નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ ગોંડલની વોરા શેરીમાં રહેતા મુસ્કાનબેન સિકંદરભાઈ શેખા એ ગોંડલ સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. મુસ્કાનબેનના પહેલા લગ્ન આરોપી ઈમ્તિયાઝ ઉર્ફે લાલો સાથે થયેલ હતા.  ત્યાંથી મુસ્કાનબેને છુટું કરી બીજે લગ્ન કરી લીધા હતા.  વાતનું આરોપી ઇમરાન કટારીયા, ઈરફાન ઉર્ફે ઇફો ફિરોજભાઈ શેખ, ઈમ્તિયાઝ ઉર્ફે લાલો, સમીર ઉર્ફે બચ્ચો, જુમખો, એજ્લો બાવાજી, ઇકબાલભાઈ જમાલ અને એક અજાણ્યો માણસ ને સારું ના લાગતા. 

આરોપી ઇમરાન, ઈરફાન અને ઈમ્તિયાઝ તથા એક અજાણ્યા ઇસમે હાથમાં લાકડાના ધોકા તથા લોખંડના પાઈપ લઈને મુસ્કાનબેનના ઘર પાસે જઈ ગાળો આપી.  મુસ્કાનબેન તથા સાહેબને જાનથી મારી નાખવાની ધમકી આપી. 

મુસ્કાનબેનના બહાર પડેલ બે એકટીવા મોટર સાઈકલમાં તોડફોડ કરી નુકશાન કર્યું.  બાદમાં આરોપીઓએ અલગ અલગ રીતે મુસ્કાનબેનની ઓફીસના કાચનો દરવાજો તથા સીસીટીવી કેમેરાનું ડીવીઆર તોડી નાખ્યું હતું. 

તેમજ ઓફીસ નીચે પડેલ એકટીવા તથા મોટર સાઈકલમાં તથા બે ફોર વહીલ તથા એક ઓટો રીક્ષામાં તોડફોડ કરી હોવાની ફરિયાદ નોંધાવી.  ગોંડલ સીટી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે .