બનાવ@ગોંડલ: અજાણ્યા વાહનચાલકે બાઈકને ઠોકર મારતા ચાલકનું મોત નીપજ્યું

 ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે
 
બનાવ@ગોંડલ: અજાણ્યા વાહનચાલકે બાઈકને ઠોકર મારતા ચાલકનું મોત નીપજ્યું 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં દુર્ઘટનાના કેસ ખુબ જ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી દુર્ઘટનાના બનાવો સામે આવતા હોય છે. ગોંડલ નજીક હીટ એન્ડ રનની ઘટના પ્રકાશમાં આવી છે. .અજાણ્યા વાહનચાલકે બાઈકને ઠોકર મારતા બાઈક ચાલકનું મોત થયું હતું.   અકસ્માત બાદ વાહન લઈને ચાલક નાસી ગયો હતો.

ગોંડલના બેટાવડ ગામે રહેતા સંજયભાઈ ઉર્ફે ચંદુભાઈ હકાભાઇ લાલકીયાએ અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે ફરિયાદીના નાના ભાઈ વિનોદભાઈ હકુભાઈ લાલકીયા પોતાનું બાઈક જીજે ૦૩ જેબી ૫૫૫૦ લઈને ઉમવાડા રોડ પર સુવર્ણ ભૂમિ રેસીડેન્સી સામે રોડ પરથી પસાર થતા હોય ત્યારે અજાણ્યા વ્હાન્ચાલકે પોતાનું વાહન પુરઝડપે ચલાવી બાઈકને ઠોકર મારતા ફરિયાદીના ભાઈ વિનોદભાઈને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું.

જયારે અકસ્માત સર્જી પોતાનું વાહન લઈને ચાલક નાસી ગયો હતો.  ગોંડલ સીટી પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.