ઘટના@ગુજરાત: 5 વર્ષના બાળકનું પતંગની દોરીએ ગળું કાપી દેતા મોત નીપજ્યું

સારવાર મળે તે પહેલાં જ મોત

 
ઘટના@ગુજરાત: 5 વર્ષના બાળકનું  પતંગની દોરીએ ગળું કાપી દેતા મોત નીપજ્યું 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

આજે રાજ્યભરમાં ઉત્તરાયણ પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી થઈ રહી છે.  આ પર્વ નિમિત્તે ઘણાં લોકો પોતાની મસ્તીમાં તહેવારની મજા માણતા હશે. આ મજા કેટલાંક લોકો માટે સજા બની જતી હોય છે.

ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકો માટે પતંગની દોરી જીવલેણ બની જાય છે. પ્રતિબંધિત ચાયનીઝ દોરીથી ઘણાં લોકોનો જીવ જાય છે. આવો જ એક બનાવ પંચમહાલના વાળીનાથ ગામ પાસે બન્યો છે. જ્યાં પતંગની દોરીએ એક માસૂમનો જીવ લીધો હતો. પિતા સાથે બાઇક ઉપર જઈ રહેલા 5 વર્ષીય બાળકના ગળામાં પતંગની દોરી ભરાતા તેનું ગળું કપાઈ ગયું હતુ. તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.  સારવાર મળે તે પહેલાં જ માસૂમનું મોત નીપજ્યું હતું.

પંચમહાલ જિલ્લાના શહેર તાલુકાના બોરડી ગામના 5 વર્ષના બાળકનું પતંગની દોરીથી ગળું કપાઈ જતા મોત નીપજ્યું. બાળક પિતા સાથે  મામાના ઘરે ગયો હતો. ત્યાંથી પોતાના પિતા સાથે મોટરસાઈકલ ઉપર પરત  આવતી વખતે આ બનાવ બન્યો  હતો.  પતંગની દોરી બાળકના ગાળામાં ફસાઈ  ગઈ અને તેનું ગળું કપાઈ ગયું. 

બાળકને સારવાર માટે ખસેડવામાં આવ્યું હતું. સારવાર મળે તે પહેલાજ  બાળકનું મોત નીપજ્યું હતું.