ઘટના@ગુજરાત: પતિના માનસિક ત્રાસથી પત્નીની ગળે ફાંસો ખાઇ આત્મહત્યા

 ત્યારે પતિ ત્રાસ આપતા તે પિયર આવી ગઇ હતી. 
 
ઘટના@ગુજરાત: પતિના માનસિક ત્રાસથી પત્નીની ગળે ફાંસો ખાઇ આત્મહત્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

રાજ્યમાં આત્મહત્યાના બનાવ ખુબજ વધી ગયા છે.નિકોલ વિસ્તારમાં રહેતી પત્નીએ પતિના ત્રાસથી ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. આ મામલે સસરાએ જમાઇ સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણા અને દહેજની માગણીની ફરિયાદ નોંધાવતા નિકોલ પોલીસે તપાસ શરૂ કરી છે.શહેરના રામોલ વિસ્તારમાં રહેતા 53 વર્ષિય અખીલેશકુમાર સોનેલાલ સવિતા (નાઇ)ની 25 વર્ષિય દીકરી શ્વેચ્છા ઉર્ફે સપનાના લગ્ન પાંચ વર્ષ પહેલાં નિકોલ ખાતે રહેતા અમિત રામલખન વર્મા સાથે સામાજિક રીત રીવાજ મુજબ થયા હતા.

લગ્ન બાદ અમિત સલુન ધરાવી ધંધો કરતો હતો. જ્યારે શ્વેચ્છા પણ લગ્ન બાદ સંયુક્ત કુટુંબમાં રહેતી હતી. લગ્નના દોઢ વર્ષ બાદ પતિ અમિત પત્ની શ્વેચ્છાને તારા પિતાજીના ઘરેથી દહેજમાં કંઇ લાવી નથી સહિતના મહેણાં ટોણાં મારી મારા મારી કરતો હતો. ત્યારબાદ તે પત્નીને પિયરમાં મૂકી જતો રહ્યો હતો.

જેથી મહિલા હેલ્પલાઇનમાં આ મામલે શ્વેચ્છાએ ફોન કરતા પોલીસ અને હેલ્પલાઇનના સભ્યો ત્યાં આવતા શ્વેચ્છાને પતિ પરત લઇ ગયો હતો. ત્યારબાદ શ્વેચ્છા ગર્ભવતી થઇ હતી. ત્યારે પતિ ત્રાસ આપતા તે પિયર આવી ગઇ હતી. જ્યાં પાંચ મહિના રહ્યા બાદ સમાજના લોકોએ તેને સમજાવતા તે પરત સાસરે રહેવા ગઇ હતી.

ત્યારબાદ શ્વેચ્છાએ દીકરીને જન્મ આપ્યો હતો. દીકરીના જન્મબાદ પતિનો ત્રાસ વધી ગયો હતો. 30 ઓગસ્ટના રોજ શ્વેચ્છા પતિ સાથે પિયર રક્ષાબંધન કરવા આવી હતી અને પછી જતી રહી હતી. 3 સપ્ટેમ્બરના રોજ બપોરે અમિતે સસરાને ફોન કરી જણાવ્યું હતું કે, શ્વેચ્છાએ ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી છે, તમે જલદી આવી જાવ.

ત્યારબાદ પિતા હોસ્પિટલમાં પહોંચ્યા હતા. જ્યાં દીકરી મૃત હાલતમાં પડી હતી. આ મામલે પોલીસને જાણ કરાતા પોલીસે પોસ્ટ મોર્ટમ કરાવ્યું હતું. આ મામલે સસરાએ જમાઇ અમિત સામે શારિરીક માનસિક ત્રાસ અને દહેજની માગણીની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.