ઘટના@ગુજરાત: પરિણીતાએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી, જાણો સમગ્ર ઘટના અકેજ ક્લિકે

પરિણીતાએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી
 
બ્રેકિંગ@મેઘરજ: વિદ્યાર્થિનીનો ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં આત્મહત્યાના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી આત્મહત્યાના બનાવો સામે આવતા હોય છે. ઉન પાટિયામાં 10 મહિનાથી પિયરમાં રહેતી પરિણીતાએ ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.

ભેસ્તાન પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, ઉન પાટીયા પાસે આવેલ સંજરનગર વિભાગ 1માં રેશ્મા રહીમ પટેલ રહેતી હતી. રેશ્મા અને તેના પતિ વચ્ચે ઘરની વાતને લઈને ઝગડો થયો હતો. જેથી તેનો પતિ કશે જતો રહ્યો હતો.

છેલ્લા 10 મહિનાથી પતિનો સંપર્ક થયો ન હતો. જેથી રેશ્મા તેના પિયરમાં રહેવા માટે આવી હતી. જ્યાં માનસિક તણાવમાં આવીને રેશ્માએ ગુરુવારે રાત્રે પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. બનાવને પગલે ભેસ્તાન પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.