ઘટના@ગુજરાત: શિક્ષકે ડભોલી બ્રિજ પરથી તાપીમાં પડતું મૂકી આપઘાત કર્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં આત્મહત્યાની ઘટનાઓ ખુબજ વધી ગઈ છે. ફરી એકવાર આત્મહત્યાની ઘટના સામે આવી છે. પાલનપુર પાટીયા નજીક રહેતા આધેડ શિક્ષકે ડભોલી બ્રિજ પરથી તાપીમાં પડતું મુકી દીધું હતું. રાહદારીની નજર પડતા ફાયરબ્રિગેડને જાણ કરી હતી. બનાવની જાણ થતા ફાયરબ્રિગેડ ઘટના સ્થળે પહોંચી શોધખોળ હાથ ધરતા શિક્ષકનો મૃતદેહ મળી આવ્યો હતો. શિક્ષકે ક્યાં કારણસર તાપીમાં પડતું મુકી આપઘાતનું પગલુ ભર્યું તે હાલ અકબંધ રહ્યું છે.
ભરૂચના વાલીયાના લીંબેટના વતની અને પાલનપુર પાટીયા તિરૂપતી બાલાજી સોસાયટી રહેતા 45 વર્ષીય હાર્દીકસિંહ ખુમાણસિંહ પિલુદરિયા અગાઉ કતારગામની પ્રાઈવેટ સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરતા હતા. છેલ્લા ત્રણેક મહિનાથી તેમણે સ્કૂલની નોકરી છોડી દીધી હતી.
સોમવારે તેઓ સગરામપુરા ખાતે બેંકમાં કામ હોવાનું કહી ઘરેથી મોપેડ લઈ નીકળ્યા હતા. ત્યાર બાદ ડભોલી બ્રિજ પર પહોંચી તાપીમાં પડતું મુકી દીધું હતું. રાહદારીની નજર પડતા તેમણે ફાયરબ્રિગેડને જાણ કરી હતી. બનાવની જાણ થતા ફાયરબ્રિગેડ ઘટના સ્થળે પહોંચી તાપીના પાણીમાં શોધખોળ હાથ ધરતા હાર્દીકભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો.