ઘટના@ગુજરાત: બસના કંડક્ટરને છાતીમાં દુ:ખાવો થતાં મોત નીપજ્યું, જાણો સમગ્ર ઘટના એકજ ક્લિકે
બેભાન થયા બાદ તેમનું મોત નીપજ્યું હતું.
Mar 17, 2024, 09:48 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં હાર્ટએટેકના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી હાર્ટએટેકની ઘટનાઓ સામે આવતી હોય છે. સામરખા ચોકડી નજીક પાવાગઢ થી સુરેન્દ્રનગર પરત ફરી રહેલી એસ.ટી બસના કંડકટર હરેન્દ્રસિંહ લાલુભા ઝાલા ઉ.વ 58 એસ.ટી બસમાં કંડકટર તરીકે ફરજ બજાવતાં હતાં. તેવો એસ.ટી બસ લઈને પાવાગઢ ના રૂટ ઉપર જતાં હતાં.
શનિવારે ના રોજ એસ.ટી બસ ડ્રાઇવર નિત્યક્રમ મુજબ સુરેન્દ્રનગર થી પાવાગઢ એસ.ટી બસ લઈને ગયાં હતાં. બાદમાં એસ.ટી બસ પાવાગઢ થી પરત ફરી રહી હતી અને બપોરના ત્રણ વાગ્યાના આસપાસના સમયે આણંદની સામરખા ચોકડી નજીકથી પસાર થતી હતી. તે દરમિયાન અચાનક કંડકટર હરેન્દ્રસિંહ ઝાલા ને છાતીમાં દુખાવો થતાં બેભાન થયા બાદ તેમનું મોત નીપજ્યું હતું.