ઘટના@જામનગર: કોસ્મેટિકની દુકાનમાં ઇલેક્ટ્રીક વાયરીંગમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા માલસામાન બળીને ખાખ

આગ લાગતા માલસામાન બળીને ખાખ
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

થોડા સમયથી આગ લાગવાની ઘટનાઓ ખુબજ વધી ગઈ છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી આગ લાગવાની  ઘટના જોવા મળતી હોય છે. જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં આવેલા ખોડિયાર કોમ્પ્લેક્સમાં કોસ્મેટિકની દુકાનમાં સાંજના સમયે ઇલેક્ટ્રીક વાયરીંગમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી, અને જોતજોતામાં કોસ્મેટિકનો તમામ સામાન બળીને ખાખ થયો હતો.

આગના બનાવ અંગે દુકાનના સંચાલક નાગજીભાઈ નંદાણીયા, કે જેઓ થોડો સમય માટે દુકાનને બંધ રાખીને પોતાના કામસર દરેડ ગયા હતા, દરમિયાન પાછળથી ઈલેક્ટ્રીક શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હતી, અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. આથી ફાયર શાખાની ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને પાણીના એક ટેન્કર વડે આગ ને કાબુમાં લીધી હતી.

જેથી આજુબાજુની દુકાનમાં આગ પ્રસરતી અટકી હતી, અને સર્વેએ હાશકારો અનુભવ્યો હતો.  આગના કારણે શ્રીરામ કોસ્ટમેટીક નામની દુકાનની અંદર રાખેલો કોસ્મેટિકનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. જેથી દુકાનદારને ભારે નુકસાન થયું છે.