બનાવ@જૂનાગઢ: કેશોદ પંથકમાં નારિયેળ તોડવા જતા પગ લપસતા શ્રમિક કૂવામાં ખાબક્યો અને મોતને ભેટ્યો

 બાદ શ્રમિકનો મૃતદેહ બહાર કાઢ્યો 
 
બનાવ@જૂનાગઢ: કેશોદ પંથકમાં નારિયેળ તોડવા જતા પગ લપસતા શ્રમિક કૂવામાં ખાબક્યો અને મોતને ભેટ્યો 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

જૂનાગઢ જિલ્લાના કેશોદના મેસવાણ ગામમાં કૂવામાં પડવાથી શ્રમિકનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે. નારિયેળના ઝાડ પર પગ લપસતા શ્રમિક કૂવામાં ખાબક્યો હતો.

આ ઘટનાની જાણ થતા આસપાસના વિસ્તારમાંથી સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. અને ફાયરબ્રિગેડની ટીમને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી હતી. ફાયરબ્રિગેડની ટીમે 4 કલાકની ભારે જહેમત બાદ શ્રમિકનો મૃતદેહ બહાર કાઢ્યો હતો.

ભાવનગરની કંપની બ્લાસ્ટ

તો બીજી તરફ ભાવનગરમાં સિહોરની રૂદ્રા ગ્લોબલ ઈન્ફ્રા.નામની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હોવાની ઘટના સામે આવી છે. બ્લાસ્ટના કારણે 2 શ્રમિકનું મોત નિપજ્યું છે. તો 4 શ્રમિક ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે.મળતી માહિતી અનુસાર લોખંડ ઓગાળતા સમયે બ્લાસ્ટ થયો હતો.