ઘટના@રાજકોટ: જમીનમાં સેઢા બાબતે યુવક પર પિતરાઈ ભાઈએ છરી ઝીંકી દેતાં લોહીલુહાણ

ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી
 
ચકચાર@સિધ્ધપુર: જ્વેલર્સને છરી બતાવી 2.5 લાખની સનસનીખેજ લુંટ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં મારા-મારીની કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. ધોરાજીમાં જામકંડોરણા રોડ પર આવેલ સીમ જમીનમાં સેઢા મામલે યુવક પર પિતરાઈ ભાઈએ પડખામાં છરી ઝીંકી દેતાં લોહીલુહાણ થયેલ યુવકને સારવારમાં પ્રથમ ધોરાજી બાદ જૂનાગઢ ખસેડાયા હતાં. બનાવ અંગે ધોરાજી પોલીસે ગુનો નોંધ્યો હતો.

બનાવ અંગે હાલ બગસરાના વ્રજભૂમિ સોસાયટીમાં રહેતાં મુળ ધોરાજીના માતાવાડી પ્લોટના અલ્પેશભાઇ ઠાકરશીભાઇ ઠુંમર એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે હરેશ વૃજલાલ ઠુંમરનું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ ઇસ્કોન બાલાજી ફુડ કંપનીમાં સૌરાષ્ટ્ર-કચ્છ એરીયા સેલ્સ મેનેજર તરીકે નોકરી કરે છે.

તેઓ ગઈ તા.02 ના બગસરા હતાં ત્યારે ધોરાજી રહેતાં કાકાના પુત્ર મેહુલભાઈ ઠુંમરનો ફોન આવેલ કે, તમારા ભાઈ અરવીંદભાઈને હરેશ ઠુંમરએ વાડીએ છરી મારી દીધેલ છે તેને જુનાગઢ સારવારમાં ખસેડેલ છે. જેથી તેઓ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં આવેલ અને સારવાર લઈ રહેલ તેમના ભાઈ અરવિંદભાઈએ વાત કરેલ કે, હું સવારે ધોરાજી-જામકંડોરણા રોડ ઉપર બીજી કેનાલ પાસે આવેલ વાડીએ ગયેલ અને ત્યાં શેઢા પાસે પાવડો લઇને કામ કરતો હતો. 

ત્યારે મોટા બાપુનો પુત્ર હરેશ ઠુંમર ઘસી આવેલ અને કહેવા લાગેલ કે, આ શેઢો અમારામા આવે છે તુ શું કામ ખોતરશ તેમ કહી ગાળો આપી નેફામાથી છરી કાઢી પડખાના ભાગે ઘા ઝીંકી દિધો હતો. બાદમાં લોહીલુહાણ હાલતમાં જ આરોપી હરેશ ઠુંમર સારવારમાં ધોરજી સિવિલ હોસ્પિટલમાં લાવેલ હતો. બાદમાં વધું સારવાર અર્થે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
બનાવ અંગેની ફરીયાદ પરથી ધોરાજી પોલીસે 324 સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી.