ઘટના@જામનગર: જીજી હોસ્પિટલમાં ICU વિભાગમાં આગ લાગતા દોડધામ મચી, જાણો વધુ વિગતે

દર્દી હોસ્પિટલમાં જ અન્ય રુમમાં ખસેડાયા 

 
ઘટના@રાજકોટ: ગોંડલના ગુંદાળા રોડ પર આવેલી ખેડૂત ફીડ નામની ઈન્ડસ્ટ્રીઝમાં આગ લાગી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવારનવાર આગ લાગવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે વધુ એક આગ લાગવાની ઘટના જામનગરમાં બની છે. જામનગરની જીજી હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બની છે. તો નવી બિલ્ડીંગમાં ICU વિભાગમાં આગ લાગતા દોડધામ થઈ હતી.તો 15 જેટલા દર્દી હોસ્પિટલમાં જ અન્ય રુમમાં ખસેડાયા છે.

તો શ્વાસની બિમારીનો એક દર્દી દાઝી જતા દોડધામ થઈ હોવાનું સામે આવી રહ્યુ છે. તો ઘટનાની જાણ થતા તાત્કાલિક ધોરણે ફાયરવિભાગને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા તાત્કાલિક ધોરણે ફાયર વિભાગ ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો છે. પરંતુ હજી પણ આગ ક્યા કારણોસર લાગી હતી. તે સામે આવ્યુ નથી.

તો બીજી તરફ ધોરાજીમાં જૂનાગઢ રોડ પર આવેલા પ્લાસ્ટીકના કારખાનામાં વિકરાળ આગથી અફરાતફરી મચી હતી. સ્વસ્તિક વેસ્ટર્ન એન્ડ પ્રોસેસ પ્લાસ્ટીકના કારખાના આગથી મશીનરી અને પ્લાસ્ટિકનો જથ્થો બળીને રાખ થયો હોવાનું સામે આવ્યું હતુ.