ઘટના@જેતપુર: પ્રેમી સાથે કામલીલામાં મગ્ન પત્નીને પતિએ રંગે હાથ ઝડપ્યા અને લાકડા વડે હુમલો કર્યો

આરોપી બનેવી લખન મોવનભાઇ વાસકેલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી
 
ઘટના@જેતપુર: પ્રેમી સાથે કામલીલામાં મગ્ન પત્નીને પતિએ રંગે હાથ ઝડપ્યા અને લાકડા વડે હુમલો કર્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડિસ્કો 

જેતપુરના પેઢલા ગામે પ્રેમી સાથે કામલીલામાં મગ્ન પત્નીને પતિએ રંગે હાથ ઝડપ્યા હતા. અને બંને પર બાવળના લાકડા વડે હુમલો કર્યો હતો. જ્યાં પતિએ પ્રેમીને મારમારી ગંભીર રીતે ઘાયલ કર્યો હતો. જ્યારે પત્નીને આડેધડ મારમારી તેને મોતને ઘાટ ઉતારી હતી.જે મામલે જેતપુરના ઉદ્યોગ નગર પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાઈ છે.

જેમાં મૃતક પરિણીતાના ભાઈ સુશીલ માંગીલાલ મડીયાએ આરોપી બનેવી લખન મોવનભાઇ વાસકેલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે સુશીલની બહેન મૃતક સંગીતાબેનના લગ્ન લખન મોવનભાઇ વાસકેલા સાથે થયા હતા.

સંગીતાબેનને સંજય ગોપાલભાઇ સોલંકી સાથે પ્રેમ સંબંધ હોય જેથી તેઓ અવારનવાર એકાંતમાં મળતા હતા.

તા.૧૪ ના સાંજના પાંચ વાગ્યાના અરસામાં સંગતાબેન અને સંજય જેતપુર તાલુકાના પેઢલા ગામે મામાદેવના મંદિર પાસે આવેલા ક્રિષ્ના પ્રોટીન નામના કારખાનામાં એકાંતમાં મળ્યા હતા અને બન્ને દેહસુખ માણવામાં મગ્ન હતાં. એ વખતે આરોપી લખન ત્યાં આવી ગયો હતો. અને પત્ની તથા પ્રેમીને રંગે હાથ ઝડપીને તેમના પર બાવળના લાકડા વડે હુમલો કર્યો હતો.જેમાં સંજયને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જ્યારે આરોપી લખને પત્નીને બેફામ માર મારતા તેનું મૃત્યુ થયું હતું જેથી બનાવ હત્યામાં પલટાયો હતો જે મામલે જેતપુર ઉધોગનગર પોલીસે ફરિયાદ નોધી વધુ તપાસ હાથ ધરી છે