ઘટના@જૂનાગઢ: વૃદ્ધે બીમારીના કારણે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું, જાણો વધુ વિગતે
મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી
Updated: Mar 17, 2024, 10:21 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં આત્મહત્યાની ઘટનાઓ ખુબજ વધી ગઈ છે. રોજ કોઈ જગ્યાએથી આત્મહત્યના બનાવો સામે આવતા હોય છે. ભેસાણના છોડવડી ગામે રહેતા 65 વર્ષીય વલ્લભભાઈ વેલજીભાઈ કુકવા નામના વૃદ્ધને ઘણા સમયથી પેટની બીમારી અને માનસિક બીમારી હતી.
જેની દવા પણ ચાલુ હતી. પરંતુ બીમારીથી કંટાળી જઈને શુક્રવારની સાંજે વલ્લભભાઈએ વૃદ્ધે ગળાફસો ખાઈને જિંદગીનો અંત આણ્યો હતો. આ અંગેની જાણ મૃતકના ભાઈ ન્ટુભાઈએ કરતાં પોલીસે દોડી જઈને વૃદ્ધના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી કાર્યવાહી હાથ ધરી હતી.