ઘટના@કેરળ: મોબાઈલ પર વીડિયો 8 વર્ષની બાળકી જોઈ રહી હતી, ચહેરા પાસે ફોન ફાટવાથી થયુ મોત

 દક્ષિણના રાજ્ય કેરળમાંથી આંખ ખોલનારો એક કિસ્સો સામે આવ્યો છે
 
ચકચાર@વિસનગર: પિતા બન્યા બાદ યુવકનું સાઉદીમાં મોત, પરિવારમાં માતમ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

 જેને જાણીને તમે ચોંકી જશો. અહીં એક 8 વર્ષની બાળકીનું મોબાઈલ વિસ્ફોટને કારણે મોત થયું હતું. મામલો ત્રિશૂર જિલ્લાનો છે. આદિત્યશ્રી નામની યુવતી મોબાઈલમાં વીડિયો જોઈ રહી હતી. ત્યારબાદ વિસ્ફોટ થયો અને તેના ચહેરા પર ગંભીર ઈજાઓ થઈ, મહત્વનુ છે કે સારવાર દરમિયાન તેનું મોત થયું હોવાની વાત સામે આવી છે.

કેરળ પોલીસે જણાવ્યું કે 8 વર્ષીય આદિત્યશ્રી ત્રિશૂર જિલ્લાના તિરુવિલામાલા વિસ્તારની આ વાત છે.જેમાં પોતાના ઘરે રાત્રે મોબાઈલ પર બાળકી વીડિયો જોઈ રહી હતી, ત્યારે સાડા દસ વાગે મોબાઈલમાં અચાનક બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટમાં બાળકીને ગંભીર ઇજા થઈ હોવાનું પણ સામે આવ્યું છે.

છોકરી રાત્રે સૂતી વખતે વીડિયો જોઈ રહી હતી

પોલીસે જણાવ્યું કે છોકરી તિરુવિલામાલાની ન્યૂ લાઈફ સ્કૂલમાં ભણતી હતી અને ત્રીજા ધોરણની વિદ્યાર્થીની હતી. પરિવારજનોનું કહેવું છે કે આ સેકન્ડ હેન્ડ મોબાઈલ અમે ત્રણ વર્ષ પહેલા ખરીદ્યો હતો. બાળકી રાત્રે સૂતી વખતે વીડિયો જોઈ રહી હતી અને તેમાં ધડાકો થયો હતો. હાલમાં આ માહિતી મળી નથી કે ફોન કઈ કંપનીનો છે.

ફોરેન્સિક ટીમે પુરાવા એકત્રિત કર્યા

અકસ્માત બાદ ફોરેન્સિક નિષ્ણાતોની ટીમ ઘરે પહોંચીને તપાસ કરી હતી. બાળકી આદિત્યશ્રીના પિતાનું નામ અશોક કુમાર છે, જેઓ પઝયાનૂર બ્લોક પંચાયતના ભૂતપૂર્વ સભ્ય છે. બાળકીની માતાનું નામ સૌમ્યા છે. પઝયાન્નુર પોલીસ સ્ટેશનનું કહેવું છે કે આ કેસની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે.

અગાઉ પણ આવી જ ઘટના બની હતી

તમને જણાવી દઈએ કે આ પહેલા પણ મોબાઈલ વિસ્ફોટના સમાચાર સામે આવ્યા છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં, મધ્યપ્રદેશના ઉજ્જૈનના બદનગર તહસીલ વિસ્તારમાં મોબાઈલ ફોનમાં વિસ્ફોટ થતાં એક 60 વર્ષીય વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. વારંવાર બનતી આવી ઘટનાઓ અંગે વાલીઓએ પણ આ બાબતે ચેતવા જેવી આ ઘટના છે. પોતાના બાળકને મોબાઈલ થી દૂર રાખવા સાથે સૂતી વખતે બાળકોથી મોબાઈલ નહીં આપવા વગેરે જેવી કેટલીક બાબતો અંગે હાલના સમયમાં ધ્યાન રાખવું જરૂરી બન્યું છે.