ઘટના@કડીઃ આઠમ નિમિત્તે પરિવાર નિવેધ કરવા ગામડે ગયો, ચોરો લાખોની ચોરી કરી ફરાર
ઘટના@કડીઃ આઠમ નિમિત્તે પરિવાર નિવેધ કરવા ગામડે ગયો, ચોરો લાખોની ચોરી કરી ફરાર

અટલ સમાચાર, ડોટ કોમ

કોરોના સંકટ વચ્ચે હવે બેરોજગારીનું પ્રમાણ વધી જતાં ચોરીના બનાવો પણ ઘણા વધી ગયા છે. આ સાથે ચોરો પણ નવરાત્રીનો સોનેરો લાભ ઉઠાવીને ઘરમાં ઘૂસી ઘણા તાળા તોડી નાખ્યા છે. મહેસાણા જિલ્લાના કડીમાં છેલ્લા ત્રણ દિવસોથી તસ્કરો બેફામ બન્યા છે. બે દિવસ અગાઉ એક કંપનીમાંથી તસ્કરો લાખોમાં મત્તાની ચોરી કરી ફરાર થયા હતા. જ્યારે બીજા જ દિવસે કડી તાલુકાના નંદાસણ અને કડી શહેરમાં આવેલા મકાનમાં તસ્કરોએ ઘરમાં પડેલા સોના ચાંદીના દાગીના મળી લાખોની ચોરી કરી રફુચક્કર થયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કડી શહેરમાં આવેલા કરણનગર રોડ પર અંબિકા સોસાયટીમાં રહેતો પરિવાર પોતાના ગામ વરમોર આઠમ નિમિત્તે નિવેધ કરવા ગયા હતા. એ દરમિયાન તસ્કરોએ બંધ મકાનમાં દરવાજાના તાળા તોડી ઘરમાં પ્રવેશ્યા હતા. ઘરમાં પડેલી તિજોરીના દરવાજા તોડી તેમાં પડેલા સોના ચાંદીના દાગીના જેની કિંમત 4 લાખ 80 હજાર 500ના દાગીના અને 13 હજાર રોકડ રકમ મળી કુલ 4 લાખ 93 હજાર 500ની મત્તાની ચોરી કરી ફરાર થયા હતા. સમગ્ર મામલે કડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.

સુત્રોએ જણાવ્યું હતું કે, આખો પરિવાર ગામડે માતાજીનો નિવેધ કરવા ગયો હતો. અને અહીયા ઘરમાં ચોરોએ આખું ઘર સાફ કરી નાખ્યું. આ સાથે ઘરના સભ્યો પણ ઘણા ઉદાસ જોવા મળ્યા હતા કે પોતાની પૂજી ભેગી કરેલી ચોરો ઉઠાવી ગયા હતા. આ સાથે ઘરના સભ્યોને બીજો કોઇ ઉપાય ના જડતા પોલીસને જાણ કરી ફરિયાદ કરવામાં આવી હતી.