ઘટના@મહેસાણાઃ નજીવી બાબતે ઇસમોએ યુવકને હોકીથી મારમાર્યો, 3 વિરૂધ્ધ ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા મહેસાણા શહેરમાં નજીવી બાબતે ઇસમોએ એક યુવકને ગાળાગાળી કરી માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. પ્રાથમિક વિગતો મુજબ ઓનલાઇન લુડો ગેમ રમવા બાબતને લઇને બોલાચાલી થઇ હોવાથી ઇસમ ઉશકેરાઇ જઇ અને બીજા બે ઇસમ સાથે મલીને ફરીયાદીને મારમારતાં ફરીયાદી ઇજાગ્રસ્ત બન્યો હતો. સમગ્ર મામલે ત્રણ ઇસમો સામે મહેસાણા બી
 
ઘટના@મહેસાણાઃ નજીવી બાબતે ઇસમોએ યુવકને હોકીથી મારમાર્યો, 3 વિરૂધ્ધ ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

મહેસાણા શહેરમાં નજીવી બાબતે ઇસમોએ એક યુવકને ગાળાગાળી કરી માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. પ્રાથમિક વિગતો મુજબ ઓનલાઇન લુડો ગેમ રમવા બાબતને લઇને બોલાચાલી થઇ હોવાથી ઇસમ ઉશકેરાઇ જઇ અને બીજા બે ઇસમ સાથે મલીને ફરીયાદીને મારમારતાં ફરીયાદી ઇજાગ્રસ્ત બન્યો હતો. સમગ્ર મામલે ત્રણ ઇસમો સામે મહેસાણા બી ડીવીઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લામાં નાગલપુર કોલેજ પાસે ઇસમોએ એક યુવકને માર મારવાની ઘટના સામે આવી છે. વિગતો મુજબ મહેસાણા તાલુકાના લક્ષ્મીપુરા (ખારા) ગામે રહેતાં આકાશ દિનેશભાઇ ચૌધરી ગત રવિવારના સાંજના છ વાગ્યાના સુમારે મેઘાલીયસણ ગામના ચૌઘરી તુષાર ફુલજીભાઇ જોડે ઓનલાઇન લુડો ગેમ રમતા હતા. આ દરમ્યાન આકાશ ગેમ જીતી જતા તુષાર તેને જેમતેમ ગાળો બોલીને મહેસાણા રૂબરૂ મલવા બોલાવ્યો હતો. ગઇકાલે સવારના 11:30 વાગ્યા જેવા નાગલપુર કોલેજ પાસે તુષાર ચૌઘરી અને તેના મિત્ર સુનીલ ચૌઘરી (બોરીયાવી) તથા પીયુષ ચૌઘરી (બોરીયાવી) ભેગા મળીને આકાશ સાથે ગાળાગાળી કરીને હોકીથી મારમાર્યો હતો. પીયુષ ચૌઘરી નામના શખ્સે તેની ગાડીમાંથી તલવાર લઇ આવ્યો હતો. પણ હોબાળો મોટો થતાં આકાશના મિત્રોએ વચ્ચે પડી વધુ મારમાંથી છોડાવેલ અને આ ત્રણેય જણાએ જતાં-જતાં જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ઇસમોએ ઉશ્કેરાઇ જઇ ગાળાગાળી કરી ગડદાપાટુ માર મારેલ અને ફરીયાદી આકાશ દિનેશભાઇ ચૌધરીને હોકીથી મારેલ જેમાં હોકી તેમના જમણા હાથે વાગતા લોહી નીકળ્યું હતુ. જે બાદમાં આ ત્રણેય ઇસમોએ જતાં-જતાં મારી નાંખવાની ધમકી આપી હતી. આ તરફ ઇજાગ્રસ્તને દવાખાને સારવાર અર્થે ખસેડ્યા હતા. અને આ સમગ્ર મામલે મહેસાણા બી ડીવીઝન પોલીસે ત્રણેય ઇસમો સામે આઇપીસી કલમ 323, 504, 506(2), 114 અને જી.પી.એ કલમ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.