ઘટના@સુરેન્દ્રનગર: લીંબડી પાસે ધારાસભ્યની કારને અકસ્માત નડ્યો, જાણો સમગ્ર ઘટના એકજ ક્લિકે
અવારનવાર અકસ્માતની ઘટના 
                                          Jan 16, 2024, 19:10 IST
                                            
                                        
                                     
                                        
                                    અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. આવી જ એક અકસ્માતની ઘટના લીંબડી પાસે બની છે. સુરેન્દ્રનગરના ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયાની કારને અકસ્માત નડ્યો છે. લીંબડી પાસે મૃત ભેંસ સાથે કાર અથડાતા આ દુર્ઘટના બની હતી. અકસ્માતમાં ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયા અને ભાજપ નેતા રવિભાઈ માકડીયાને ઇજા પહોંચી હતી. તેમજ કારનો કચ્ચરઘાણ નીકળ્યો હતો.
બીજી તરફ જૂનાગઢના માંગરોળ નજીક રખડતાં ઢોરને કારણે અકસ્માત સર્જાયો છે. અચાનક ઢોર રસ્તા પર આવી જતા અકસ્માત સર્જાયો હતો.આ સમગ્ર ઘટના CCTV ફૂટેજ આવ્યા સામે આ્વ્યા છે. જો કે કારમાં સવાર ચાર લોકોનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે.

