બનાવ@મોરબી: ટ્રક ચાલકે બાઈકને ટક્કર મારતા અકસ્માતમાં એક યુવાનનું મોત, જાણો સમગ્ર ઘટના એકજ ક્લિકે

બાઈકમાં સવાર યુવાનનું મોત થયું હતું 
 
બનાવ@મોરબી: ટ્રક ચાલકે બાઈકને ટક્કર મારતા અકસ્માતમાં એક  યુવાનનું મોત, જાણો સમગ્ર ઘટના એકજ ક્લિકે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર દુર્ઘટનાઓ  સામે આવતાજ હોય છે. આ દુર્ઘટનાઓમાં લાખો લોકો  મૃત્યું પામતા હોયન છે.  મોરબી નજીક વધુ એક અકસ્માતની ઘટના બની છે જેમાં ટ્રક ચાલકે બાઈકને ટક્કર મારતા બાઈકમાં સવાર યુવાનનું મોત થયું હતું.  તો અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રક મૂકી નાસી ગયો હતો. 

મૂળ પશ્ચિમ બંગાળના વતની દેવબ્રતદાસ સુભાષચંદ્રદાસ કરણ (ઉ.વ.૨૮) નામના યુવાને ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.  જેમાં જણાવ્યું છે કે ગત તા. ૦૪ ના રોજ સાડા અગિયાર વાગ્યે મોરબીથી ભાવેશભાઈનો ફોન આવ્યો.  જેમાં તમારા ભાઈ સુબ્રતાદાસ બાઈક જીજે ૩૬ એએ ૮૪૪૭ લઈને રોયલ ટચ સિરામિક કારખાનાનું કામ પૂર્ણ કરી પોતાના ઘરે જતા હતા.  ત્યારે મોરબી નેશનલ હાઈવે પર વિશાલ ફર્નીચર પાસે હાઈવેના સર્વિસ રોડ પર એક ટ્રક ચાલકે બાઈકને ઠોકર મારી અકસ્માત સર્જ્યો હતો. જે ટ્રક ટ્રેઇલર જીજે ૩૬ ટી ૪૦૭૧ નો ચાલક અકસ્માત બાદ ટ્રક મૂકી નાસી ગયો હતો.

જે અકસ્માતમાં બાઈકમાં સવાર ફરિયાદીના ભાઈ સુબ્રતાદાસને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં સારવાર દરમીયાન ભાઈનું મોત થયું હતું. આમ ફરિયાદીના મોટા ભાઈ સુબ્રતાદાસ સુભાષચંદ્રદાસ (ઉ.વ.29) વાળા રહે હાલ મોરબી મહેન્દ્રનગર વાળા પોતાનું બાઈક જીજે ૩૬ એએ ૮૪૪૭ લઈને જતા હોય ત્યારે વિશાલ ફર્નીચર સામે ટ્રક જીજે ૩૬ ટી ૪૦૭૧ ના ચાલકે અકસ્માત સર્જતા બાઈક ચાલક ફરિયાદીના ભાઈને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું તો અકમ્સત બાદ ટ્રક સ્થળ પર મૂકી ચાલક નાસી ગયો હતો.  મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ફરાર ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.